સારો પાક હોવા છતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી
વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના પાકમા લશ્કરી ઇયળનુ ખુબજ પ્રમાણ જોવાં મળે છે. ચોમાસની શરૂૂઆતમા વરસાદ ખુબજ ખેચાયેલ અને શ્રાવણના અંતિમ દિવસોમાં વરસાદ વરસેલ અને લાંબા સમય સુધી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેલ જેથી મગફળીમા લશ્કરી ઇયળનુ પ્રમાણ ખુબજ વધી ગયેલ છે.
આ બાબતે વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત રામસીંગભાઈ ચૂડાસમા દ્વારા જણાવવામાં આવેલ કે લાંબા સમય સુધી વરસાદ અને વાદળછાયું વાતાવરણને કારણે મગફળીમા લશ્કરી ઇયળનુ પ્રમાણ વધું છે સામન્ય રીતે મગફળીમા જીવાત હોય પરંતુ આ વર્ષે પ્રથમવાર મોટી સાઈઝની ઇયળો જોવા મળેલ છે આ ઇયળોનો નાશ કરવા ખેડૂતો વરાપ નિકળતાંની સાથે દવાનો છંટકાવ શરૂૂ કરી દિધેલ છે જે તસ્વીરમા નજરે પડે છે.
