કાશ્મીરમાં આર્મીના જવાનોનો પોલીસ સ્ટેશન પર હુમલો, કર્નલ-મેજર સહિત 40 જવાનો સામે FIR

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસ કર્મચારીઓ પર હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપસર કમાન્ડિંગ ઓફિસર સહિત અનેક સૈન્ય કર્મચારીઓ સામે…

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસ કર્મચારીઓ પર હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપસર કમાન્ડિંગ ઓફિસર સહિત અનેક સૈન્ય કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સેનાએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

એફઆઈઆરમાં કર્નલ એન. અરુણ ગાંધી (17 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર), મેજર વિકાસ શર્મા, સુબેદાર શંકર ગુરખે, રાજ કુમાર અને સિપાહી રાહુલ કુમાર, અનુપ સિંહ અને ઓમકાર ઇંગ્લે ઉપરાંત 30-40 અજાણ્યા સૈન્ય કર્મચારીઓના નામ છે. એફઆઈઆર અનુસાર હુમલો બુધવારે બપોરે થયો હતો અને તપાસ દરમિયાન અજાણ્યા સૈનિકોની ઓળખ કરવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરનો કાફલો સાંકડા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને તેમણે સામેથી આવી રહેલા સૈન્ય વાહનને રસ્તો છોડવા કહ્યું ત્યારે બંને પક્ષો વચ્ચે શાબ્દિક ઝઘડો થયો. ત્યારબાદ પોલીસ આર્મી વાહનને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગઈ, જેના કારણે આર્મીના જવાનોએ સ્ટેશન પર હુમલો કર્યો.સ્ટેશન ઓફિસરે અહેવાલ આપ્યો હતો કે મેજર વિકાસ શર્મા અને નાયબ સુબેદાર શંકર ગુરખેની આગેવાની હેઠળ 17 છછ કેમ્પના આશરે 30 થી 40 સૈનિકોએ પોલીસ સ્ટેશન પર પૂર્વયોજિત હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હુમલાખોરો મુખ્ય દરવાજો અને સીમા દિવાલ કૂદીને સ્ટેશનમાં પ્રવેશ્યા હતા, અને તેઓ લાકડી, ડંડા, લોખંડના સળિયા અને અન્ય હથિયારોથી સજ્જ હતા. જઇંઘ એ જણાવ્યું હતું કે, “તેમનો ઉદ્દેશ ફરજ પરના પોલીસ કર્મચારીઓને ઘાયલ કરવાનો અને મારી નાખવાનો હતો.”

જઇંઘ અમૃત કોટવાલે વધુમાં જણાવ્યું હતું કે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પાછા ફર્યા હતા, જ્યાં મેજર શર્માએ તેમના પર હુમલો કર્યો હતો. ઋઈંછ મુજબ, આર્મીના જવાનોએ ઇન્સ્પેક્ટર કોટવાલનો ગણવેશ ફાડી નાખ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચેલા જઉઙઘ વિજય કુમાર ભગત પર પણ હુમલો કર્યો હતો. જઇંઘ એ જણાવ્યું હતું કે, “આરોપી આર્મીના જવાનોએ સ્થળ પર તૈનાત પોલીસ કર્મચારીઓ પર પણ ક્રૂરતાથી હુમલો કર્યો હતો.” તેમણે જણાવ્યું હતું કે સર્વિસ રાઇફલના બટથી ગરદન પર વાગવાથી સ્પેશિયલ પોલીસ અધિકારી સુરેશ કુમારને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યું હતું કે આ ઉશ્કેરણી વિનાના હુમલામાં ફરજ પરના અન્ય ઘણા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *