10 જાન્યુ. સુધીમાં જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂક, 60 વર્ષની વયમર્યાદા

વોર્ડ-તાલુકા પ્રમુખોની બાકી નિમણૂકો જિલ્લા પ્રમુખોની વરણી બાદ થશે 20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની પણ થશે નિમણૂક ગુજરાત ભાજપના સંગઠનની ચાલી રહેલી પ્રક્રિયામા 580માંથી…

વોર્ડ-તાલુકા પ્રમુખોની બાકી નિમણૂકો જિલ્લા પ્રમુખોની વરણી બાદ થશે

20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની પણ થશે નિમણૂક

ગુજરાત ભાજપના સંગઠનની ચાલી રહેલી પ્રક્રિયામા 580માંથી 515 મંડલ (તાલુકા અને વોર્ડ) પ્રમુખોની નિમણુકો કરી દેવામા આવી છે. જયારે બાકીના મંડલ પ્રમુખોની નિમણુકો હવે જિલ્લા પ્રમુખોની નિમણુકો બાદ કરવાનો નિર્ણય લેવાયો છે.

બીજી તરફ ભાજપના જિલ્લા પ્રમુખોની નિમણુકો માટે પ્રક્રિયા હવે હાથ ધરવામા આવી છે. અને તા.10જાન્યુઆરી સુધીમાં જિલ્લા ભાાજપ પ્રમુખોની નિમણુકો કરી દેવાનો નિર્ણય કરાયો છે. જિલ્લા પ્રમુખોની નિમણુકો બાદ તા.15 જાન્યુઆરી પછી ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામા આવશે તેવુ ભાજપના સુત્રોમાંથી જાણવા મળે છે.

દરમિયાન જે તાલુકા અને વોર્ડ પ્રમુખોની નિમણુકોમાં વિવાદ સામે આવ્યો છે. તેવા મંડલ પ્રમુખોની નિમણુકો હાલ બાકી રાખી દેવામાં આવી છે. અને જિલ્લા પ્રમુખોની નિમણુકો બાદ બાકીના મંડલ પ્રમુખોની નિમણુકો કરવામા આવનાર હોવાનુ જાણવા મળે છે.

શનિવારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની કાર્યશાળા યોજાઇ હતી. ભાજપની કાર્યશાળામાં રાષ્ટ્રીય મહામંત્રી ડો. રાધા મોહન દાસ અગ્રવાલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ પ્રદેશના હોદેદારો તેમજ સાંસદો, રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ભાજપના સંગઠનમાં અત્યાર સુધીમાં 580 જેટલા મંડળમાંથી 515 જેટલા મંડળ પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે આજે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા એટલે કે 8 શહેર પ્રમુખોની નિમણૂકની કામગીરી બાબતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ માટે 60 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય મર્યાદા અને નીતિ નિયમો દિલ્હી ખાતે મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે.

કાર્યશાળા અંગેની રૂૂપરેખા આપતા ભાજપના ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લા અને આઠ શહેર પ્રમુખોની નિમણૂક બાબતે દિલ્હીમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કેન્દ્રીય સંગઠનના હોદ્દેદારો વચ્ચે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવા જિલ્લા અને શહેર પ્રમુખો માટે ચોક્કસ પ્રકારની નીતિ નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત 60 વર્ષથી ઓછી ઉંમરના કાર્યકર્તાને જ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવશે. જ્યારે 10 જાન્યુઆરી સુધીમાં તમામ શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરીને 20 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રદેશને નવા પ્રમુખ મળશે.

શુક્રવારે તમામ મંડલ પ્રમુખોનો સન્માન કાર્યક્રમ
ગુજરાતના 580 જેટલા મંડળ પ્રમુખોમાંથી 515 જેટલા મંડળ પ્રમુખોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આગામી દિવસોમાં તમામ મંડળ પ્રમુખોની સત્તાવાર જાહેરાત થશે. ત્યારે 3 જાન્યુઆરીના રોજ તમામ મંડળ પ્રમુખનો સન્માન કાર્યક્રમ પણ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂકમાં કોઈ પ્રકાર હોબાળો ન થાય એ માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *