આ વર્ષે પુરુષોત્તમ માસનો લાભ મળશે, હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ દેખાશે
ખિસ્તીવર્ષ 2026 વિક્રમ સંવત 2082.83 પોષ શુદ તેરશને ગુરુવાર તા.1/1/2026ના દિવસથી ખિસ્તીવર્ષની શરૂઆત થશે. ખાસ કરીને આ વર્ષ દરમિયાન પુરુષોત્તમ માસનો લાભ મળશે આ વર્ષે હોળીના દિવસે એક ચંદ્ર ગ્રહણ દેખાશે. 2026 દરમ્યાન ગુરુગ્રહ મિથુન રાશીમાં ત્યારબાદ કર્ક રાશીમાં અને નવેમ્બર-ડિસેમ્બર મહિના દરમ્યાન સિંહ રાશીમાં રહેશે. રાહુ ગ્રહ કુંભ રાશીમાં તથા કેતુ ગ્રહ કર્ક રાશીમાં રહેશે. જે રાહુ 5/12/26ના દિવસે રાશી બદલશે મકર રાશીમાં આવશે. જયારે શનિ ગ્રહ મીન રાશીમાં રહેશે.
બાર રાશીનું 2026નું રાશી ફળ
1 મેષ રાશી (અ.લ.ઇ) : મેષ રાશીના જાતકોની શનિની મોટી પનોતી લોઢાને પાયે આખા વર્ષ દરમ્યાન ચાલસે તે ઉપરાંત ગુરુ તથા રાહુ શુભ રહેશે ખોટી દોડધામ થી બચવુ વિચારો ઉપર કાબુ રાખવો વ્યશનોથી દુર રહેવુ આ વર્ષ આપની આવક મધ્યમ રહેશે ખાસ કરીને કરીયાણાનો વ્યાપાર લોખંડનો વ્યાપાર કરતા હોય તો ખુબ ખ્યાલ રાખવો નોકરી કરતા લોકોને કામનો બોજો રહી શકે છે. બહેનો માટે પણ જસ મળવાની આશા વગર કામ કરવુ વિદ્યાર્થી માટે આ વર્ષ મધ્યમ ગણાય હનુમાનજીની ઉપાસના ફળદાઇ રહેશે.
2 વૃષભ રાશી (બ.વ.ઉ) : વૃષભ રાશીના જાતકોના આ વર્ષ દરમ્યાન કોઇ નાની મોટી પનોતી નથી રાહુ પણ દોષ કારક નથી ગુરુપણ સહાયક છે. આ વર્ષ પ્રગતિ કારક જશે જેટલી મહેનત કરો તેટલુ ફળ પામસો મહેનત પ્રમાણે વ્યાપારમાં અને નોકરીમાં આ વર્ષ લાચ મળવાની શંભાવના ખરી બહેનો માટે પણ આ વર્ષ સારુ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આ વર્ષ ઉતમ છે. કુળદેવીની ઉપાસના ફળદાઇ રહેશે.
3 મિથુન રાશી (ક.છ.ધ) : મિથુન રાશીના જાતકો માટે કોઇ નાની મોટી પનોતી નથી રાહુ પણ શુભ છે ખાસ કરીને વર્ષની શરૂઆતમાં આપની રાશીમાં ગુરુ રહેતા ગજકેશરી યોગ બનશે જે માર્ચ મહિના સુધી લાભ કારક છે. ખાસ કરીને આ વર્ષ તમારી જેટલી બુધ્ધિ શકિતનો આધ્યામિક શકિતનો ઉપયોગ કરશો તેટલુ લાભ આપને ભવિષ્યમાં વ્યાપારમાં અને નોકરીમાં મળશે આ વર્ષ નવા આયોજનો કરવા ઉતમ રહેશે ભાગ્યોદય થશે બહેનો માટે પણ કઇ નવુ કરવાની તક મળશે વિદ્યાર્થીગણ માટે આ વર્ષ ઉતમ ગણાશે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી
4 કર્ક રાશી (ડ.હ.) : કર્ક રાશીના જાતકોને આ વર્ષ દરમ્યાન રાહુ આઠમા સ્થાનેથી પસાર થશે શનિની નાની મોટી પનોતી નથી જયારે 11 માર્ચ 2026થી ગજકેશરી યોગ બનશે આઠમો રાહુની કારણે વાહનધીમે ચલાવુ વારસાગત બીમારીઓથી ખ્યાલ રાખવો વારસાગત વ્યાપાર જાળવીને કરવો 11 માર્ચ બાદ થોડી રાહત મળે પ્રગટી ગાય નોકરીમાં પ્રમોસનના યોગ ખરા વ્યાપારમાં જથ્થાબંધ વ્યાપાર કરતા હોય તેને વધારે લાભ મળે બહેનો માટે ખાસ સુચના કાવાદાવામાં વચમાં પડવુ નહીં વિદ્યાર્થી માટે એકાગ્રચિંતે અભ્યાસ કરવાથી લાભ મળેે મહાદેવની ઉપાસના કરવી ઉત્તમ
(પ) સિંહ રાશી (મ.ટ): સિંહ રાશીના જાતકોને શનીની નાની પનોતી 2026 દરમ્યાન લોઢાનાં પાયે ચાલસે જે કષ્ટદાઇ ગણાય મહેનત વધારે કરાવે જો કે બીજા ગ્રહો લાભ કારક છે આ વર્ષ દરમ્યાન ખાસ કરીને બચતોનુ જોર વધારે રાખવુ જરૂરી બનશે સંતાનોના ભવિષ્ય અંગે તકેદારી રાખવી વ્યાપારમા આયોજન પુર્વક કામ કરવુ નોકરીમા મધ્યમ વર્ષ રહેશે બહેનો માટે પણ આ વર્ષ મધ્યમ રહેશે ખાસ કરીને આ વર્ષ દરમ્યાન ઝેરી બીમારી તથા ગેશ અપચાની બીમારીથી સાવચેત રહેવુ જરૂરી બનશે વિધાર્થી લોકોને થોડી વધારે મહેનત બાદ લાભ મળે સુર્ય ઉપાસના તથા શનીગ્રહની ઉપાસના કરવી શનીવારનાં એકટાણા રહેવા
(6) ક્ધયા રાશી (પ.ઠ.ણ): ક્ધયા રાશીનાં જાતકોને આ વર્ષે નાની મોટી પનોતી તથા રાહુ પણ શુભ છે આ વર્ષ પ્રગતી કાર ગણાય ભાગ્યોદય કારક ગણાય રાહુ તથા ગુરૂ અને શની આપના માટે શુભ ચાલી રહેલ છે પ્રગતી કરાવશે વ્યાપારમા નવા આયોજન કરી શકો શત્રુઓ દુર થાય નોકરીમા લાભ મળે પ્રમોશન નવી નોકરીનાં યોગ ખરા બહેનો માટે પણ આ વર્ષ સારૂ રહેશે કુટુંબમા માન સન્માન મળે વિધાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસનાં યોગ બને છે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી
(7) તુલા રાશી (ર.ત): તુલા રાશીનાં જાતકોને આ વર્ષ દરમ્યાન શનીની નાની મોટી પનોતી નથી રાહુ વર્ષનાં અંત સુધી શુભ છે ડિશેમ્બર 2026 થી રાહુ મકર રાશીમા પ્રવેશતા વર્ષનાં અંતીમ દિવશો દરમ્યાન ખ્યાલ રાખવો ભૌતિક સુત્રોની પ્રાપ્તી થાય જો કે ખર્ચાઓમા પણ વધારો થાય વ્યાપાર માટે ઉતમ વર્ષ ગણાય પ્રગતી થાય વર્ષની શરુઆતમા વિદેશ વ્યાપારથી લાભ મળે નોકઆત વર્ગને નવી તકનાં યોગ ખરા બહેનો માટે જે બહેનો ગ્રહ ઉપયોગ કરે છે તેનાં વ્યાપારમા કામમા પ્રગતી થાય સંતાનો બાબતે ખ્યાલ રાખવો વિધાર્થી લોકોએ આ વર્ષ ખોટી સોબતોથી દુર રહેવુ જરુરી નહીતર નુકશાન થઇ શકે છે લક્ષ્મીજીની વિષ્ણુ ભગવાન સહિત ઉપાસનાં કરવાથી લાભ મળે
(8) વૃશ્ર્ચિક રાશી (ન.ય): વૃશ્ર્ચિક રાશીનાં જાતકોને આ વર્ષ નાની મોટી પનોતી નથી રાહુ ચોથા સ્થાનેથી પસાર થાઇ છે આથી જમીન, મકાન , વાહન લેતા પુર્વે ખુબ ખ્યાલ રાખવો જરુરી બનશે કુટુબીક કામમા જસ મેળવાની આસા રાખવી નહી જેટલુ કામ કરશે તેટલુ ફળ મશે વ્યાપાર થોડો મંદ રહે નોકરીયાત વર્ગ માટે આ વર્ષ મધ્યમ ગણાય બહેનોએ ધાર્મીક બની ફળની આસા જસની આસા રાખ્યા વગર આ વર્ષ ઘરમા કામ કરવાનુ છે શાંથી વર્ષ પસાર કરવુ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એડમીશનમાં પ્રોબ્લેમ થઇ શકે છે. ગણપતીદાદાની ઉપાસના કરવી રાહુ માટે બુધવારનો એકટાણા રહેવા મહાદેવજીને કાળા તલ ચડાવવા રૂદ્રી કરાવી
(9) ધન રાશી (ભ.ફ.ધ.): ધન રાશીના જાતકોને આ વર્ષ દરમ્યાન શનીની નાની પનોતી લોઢાના પાયે ચાલસે જે કબ્ટ અપાવે. જયારે રાહુ પરાક્રમ ભુવનમાંથી પસાર થશે જે લાભ કારક રહે. આથી આ વર્ષ આપના માટે મિશ્ર રહે. ઘણી દોળધામ બાદ પણ વ્યાભારમાં લાભ મળે ખરો. ખર્ચાઓ વધે. વ્યાપારમાં ખર્ચાઓમાં કાબુ રાખવો જરૂરી બનશે. નોકરીયાત વર્ગને આ વર્ષ મધ્યમ રહેશે. જે જન્મનો ગુરૂ સારો હશે તો પ્રગતી કરાવશે. બહેનો માટે આ વર્ષ મિશ્ર રહેશે. ઘરમાં ચોખ્ખાઇ રાખવી જરૂરી બને સારી બનશે તીખા તથા તેલવાળા ખોરાક ઓછો ખાવો. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડુ કસોટી કારક ગણાય. આથી વધારે મહેનતની જરૂર ખરી. ગુરૂ મંત્રના જપ કરવા. ગુરૂવારના એકટાણા રહેવા.
(10) મકર રાશી (બ.જ.): મકર રાશીના જાતકોને આ વર્ષે નાની મોટી પનોતી નથી અને રાહુ પણ મધ્યમ શુભ છે. આ વર્ષ ખાસ કરીને આપનો વાણી વ્યવહાર શુધ્ધ રાખવો. વ્યશનોથી દુર રહેવું. ખોટું બોલવાનું ઓછું રાખવું. વ્યાપારમાં પણ બોલી મીઠી રાખવી. ધન મેળવવા માટે કાવાદાવા કરવા નહીં નહીંતર ફસાઇ જશો. આ વર્ષ વ્યાપારી લોકો માટે મધ્યમ રહેશે. નોકરીયાત લોકોને થોડો લાભ મળવાની શકયતા ખરી. ધનની બચત કરવી દાતની બીમારી તથા આંખોની બીમારીથી સાવચેત રહેવું. બહેનો માટે આ વર્ષ મધ્યમ રહેશે. વિદ્યાર્થીઓને આ વર્ષે લાભ મળી શકે છે. મહાદેવજીની ઉપાસના કરવી શુભ રહેશે.
(11) કુંભ રાશી (ગ.શ.સ.): કુંભ રાશીના જાતકોને શનીની મોટી પનોતીનો અંતીમ તબકકો ચાલે છે. પગેથી પસાર થાઇ રૂપાને પાયે છે. લાભ કારક ગણાય દેહ ભુવનમાંથી રાહુ પસાર થશે. ચિંતા કરાવે વિચારવાયુ રહે. આરોગ્ય જાળવવી જરૂરી દાંંમ્પત્ય જીવનમાં વિવાદ આવી શકે છે. વ્યાપાર માટે જે લોકો ભાગીદારીથી વ્યાપાર કરે છે તેવોએ સાવચેત રહી અને લખાણથી વ્યાપાર કરવો. નોકરીયાત વર્ગે આ વર્ષ શાંતીપૂર્વક અને સમજદારીપુર્વક કામ કરી અને પસાર કરવું. બહેનોએ ધર્મપુજા પાઠમાં ધ્યાન આપી માનસીક શાંતી મેળવી. વિદ્યાર્થી વર્ગે આ વર્ષ દરમ્યાન ખોટો વિચારવાયુ રાખવો નહીં. શનિવારના એકટાણા રહેવા હનુમાનજીની ઉપાસના કરવી.
(12): મીન રાશી (દ.ચ.ઝ.થ.): મીન રાશીના જાતકોને શનીની પનોતીનો બીજો તબક્કો છાતીએથી પસાર થાય છે. સોનાના પાયે છે. ચિંતા કરાવે રાહુ બારમેથી પસાર થાય છે. ખોટી સોબત ખોટા મિત્રો અને વ્યસનોથી દૂર રહેવું ખર્ચા ઉપર કાબુ રાખવો આરોગ્યનું ધ્યાન રાખવું ખોરાકમાં પરેજી રાખવી જરૂરી. વ્યાપારમાં દેવું કરવું નહીં સાવચેતી રાખવી કોઈના ઝઘડામાં પડવું નહીં રાહુ મોટી લાલચ આપી અને ફસાવી શકે છે. નોકરીયાત વર્ગે અધિકારી સાથે તાલમેલ રાખી નોકરી કરવી વધારે પગારની લાલચમાં આવવું નહીં. બહેનોએ ઘરમાં શાંતિપૂર્વક સમજદારીપૂર્વકનુ વાતાવરણ જાળવું જતું કરવાની ભાવના રાખવી. વિદ્યાર્થીઓએ આ વર્ષે વધારે મહેનત કરવી પડશે. શનિવારના એકટાણા રહેવા શિવ તથા હનુમાનજીની ઉપસિના કરવી. ખાસ કરી જન્મકુંડળી રાશીકુંડળી તથા ગ્રહબળ મહાદશ પણ રાશી ફળમાં મહત્વનો ભાગ ભજવે છે આથી બધુ સાથે ઉમેરી તો વધારે મળતું રાશી ફળ આવે.
ભારત દેશ માટે 2026નું વર્ષ કેવું રહેશે
23-2-2026 થી 2-4-2026 સુધી ગોચરના રાહુ મંગળ સાથે રહેશે આ સમય ગાળો આકસ્મીક ઘટના માટે દેશ દુનિયા માટે મહત્વનો રહેશે. આ સમય ગાળા દરમ્યાન ભારતના પશ્ર્ચિમ ભાગમાં કોઈ મોટી દુર્ઘટના બની શકે છે. ભારતમાં રાજકીય અસ્થીતા રહે વાદ વિવાદોમાં વધારો થાય ગુનાખોરીમાં વધારો થાશે. હજુ પણ અમેરિકા સાથેના સંબંધો આ વર્ષે પણ સુધરતા જણાતા નથી. સોના ચાંદીના ભાવમાં માર્ચ મહિના સુધી વધઘટ રહેશે. માર્ચ મહિના બાદ સોના ચાંદીના ભાવમાં સ્થીરતા આવી શકે છે. ખાસ કરીને દેશના દરેક નાગરીકે ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમ્યાન સાવચેત રહેવું જરૂરી છે. અપ્રિય ઘટના બની શકે છે.
