શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાન

રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના નવા બદલી નિયમોમાં ફેરફાર અંગે રજૂઆત કરવા શૈક્ષિક સંઘ હવે મેદાનમાં ઉતર્યું છે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી…

રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના નવા બદલી નિયમોમાં ફેરફાર અંગે રજૂઆત કરવા શૈક્ષિક સંઘ હવે મેદાનમાં ઉતર્યું છે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 250થી વધુ શિક્ષકો ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીને મળી રજૂઆત કરવાનું આયોજન કરી રહ્યા છે. જેના માટે શિક્ષણમંત્રી પાસે સમય ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે. શિક્ષકોની બદલીના નવા નિયમો વખતે સંગઠન સાથે પરામર્શ કરવામાં આવ્યું ન હતું. ઉપરાંત અનેક રજૂઆતો બાદ પણ બદલી કેમ્પો કરવામાં આવ્યા હોવાથી હવે રૂૂબરૂૂ મળીને રજૂઆત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બદલી બાબતે બદલીના નિયમો જાહેર થયેલા છે.

જુના નિયમ હટાવી નવા નિયમ બનાવવામાં આવે તેમાં સંગઠન સાથે કોઈ પરામર્શ કરવામાં આવેલું નથી. ગુજરાત રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો એ સરકારના સીધા કર્મચારી છે. અન્ય સંવર્ગના શિક્ષકોના બદલી સહિતના નિયમો બનાવતી વખતે જો માન્ય સંગઠનને સાથે રાખી સૂચન લેવામાં આવતા હોય તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના માન્ય સંગઠનને પણ સાથે રાખી સૂચન લઇ નિયમ બનાવવા જોઈએ તેવો સંગઠનનો મત છે.

નવા નિયમોમાં પોઇન્ટ આધારિત અને વિદ્યાર્થી સંખ્યા અને પરિણામ આધારિત છે. સમગ્ર ગુજરાતની કોઈપણ કેડરમાં બદલીના નિયમો જોવામાં આવે તો તે સિનિયોરિટીને આધારે હોય છે. વર્તમાનમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના જુના શિક્ષકની ભરતીની પ્રક્રિયામાં પણ સિનિયોરિટી આધારિત બદલી જેવા લાભ આપવા પ્રયત્ન થયો છે. વિવિધ જિલ્લા એકમની રજૂઆતને આધારે અગાઉ પણ લેખિત રજૂઆત કરવામાં આવેલી છે. પોઇન્ટ આધારિત સિનિયોરીટી લિસ્ટ બનાવી તેમની તાલુકા આંતરિક બદલી કેમ્પ કરવાની પ્રક્રિયા હાલ પૂર્ણ થયેલી છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓની હાજરીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ 15 જાન્યુઆરીના રોજ આ નિયમોમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કરેલી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વારંવાર રજૂઆત તથા જિલ્લા દીઠ વાંધો લેવા છતાં બદલી કેમ્પો કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *