મોરબીથી 15 જૂને ગાંધીનગર કૂચનું એલાન, ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું

ધરાર વીજલાઇનો નાખવા સામે આક્રોશ, થાંભલાની સાથે સરકારને પણ ઉખેડી ફેંકવાનો હુંકાર કંપનીઓના ઇશારે ખેડૂતો ઉપર પોલીસનું દમન, કિસાન સભામાં ધગધગતા ભાષણો સમગ્ર મોરબી જિલ્લામાં…

ધરાર વીજલાઇનો નાખવા સામે આક્રોશ, થાંભલાની સાથે સરકારને પણ ઉખેડી ફેંકવાનો હુંકાર

કંપનીઓના ઇશારે ખેડૂતો ઉપર પોલીસનું દમન, કિસાન સભામાં ધગધગતા ભાષણો

સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતોના ખેતરમાંથી હેવી લાઈન પસાર કરવા મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેવામાં મોરબી તાલુકાના જેતપર ગામે વળતર ચૂકવ્યા વગર જ થાંભલા ઉભા કરવા મુદ્દે ખેડૂતો ખુલ્લી છાતીએ કંપની સામે મેદાનમાં ઉતરી ધરપકડ વહોરતા સમગ્ર રાજ્યમાં ગંભીર પડઘા પડયા છે.

બીજી તરફ ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસ ખૂલીને ખેડૂતોની પડખે આવી રવિવારે રાત્રે જેતપર ખાતે સભા યોજી સરકાર અને કંપનીને લડત માટેનું અલ્ટીમેટમ આપી આગામી 15 જૂને ગાંધીનગરમાં ટ્રેકટર રેલી થકી વિરોધ કરી સરકાર સમક્ષ હેવી વીજલાઈન મુદ્દે ત્રણ શરતો મુકવાની સાથે બળજબરીથી ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવામાં આવશે તો થાંભલાની સાથે સરકારને પણ ઉખાડી ફેકવા હુકાર કર્યો હતો.

મોરબી તાલુકાના જેતપર ગામના અંદાજે 180 જેટલા ખેડૂતોના ખેતરમાંથી હળવદ ટ્રાન્સમિશન કંપની દ્વારા વળતર ચૂકવ્યા વગર જ થાંભલા ઉભા કરી લાઈન પસાર કરવાની પેરવી કરવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા ત્રણ દિવસથી આંદોલન શરૂૂ ક2વામાં આવ્યું છે જેમાં ગઈકાલે 10 વર્ષના બાળકથી લઈ વૃદ્ધ ખેડૂતો અને મહિલાઓને પણ પોલીસે ડિટેઇન કરતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડયા છે.

ખેડૂતો પર કંપનીના ઈશારે વહીવટીતંત્ર અને પોલીસે દમન ગુજારતા રવિવારે રાત્રે ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરાયું હતું.જેમાં કિશાન નેતા પાલ આંબલિયા, ડાયાભાઈ ગજેરા, મહેશ રાજકોટિયા, સુરતના જયેશ પટેલ, લાલજી પટેલ, નેહુલ અમૃતિયા અને સંદીપ કાલરીયા સહિતના ખેડૂત નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરી પ્રવર્તમાન સરકારને અંગ્રેજ શાસન સાથે સરખાવી કંપની સરકાર ગણાવી હતી.

જેતપર ખાતે યોજાયેલ સભામાં ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના પાલ આંબલિયાએ કહ્યું હતું કે, હેવી વિજલાઈન નાખવા મુદ્દે સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણી મૂકીએ છીએ. જેમાં પ્રથમ માંગમાં ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલો નાખવો હોય તો બજાર ભાવથી ચાર ગણું વળતર ચૂકવવું અથવા તો થાંભલા દીઠ ખેડૂતને દર મહિને રૂૂ.30 હજાર ભાડું ચૂકવવું અથવા અંતિમ શરત મુજબ ખેડૂતના ખેતરમાં પ્રત્યેક થાંભલા દીઠ રૂૂ.2 કરોડ વળતર ચૂકવવા માંગ કરી હતી.સાથે જ ઉપરોક્ત ત્રણ પૈકી કોઈપણ શરત મુજબ વીજ થાંભલા નાખવાના આવશે તો ખેડૂતો વિરોધ નહીં કરે સાથે જ કંપનીના માણસોને ભોજન અને ચા પાણી પણ સમય સમયે પીવડાવશે તેવું જણાવી ચેતવણી આપતા કહ્યું હતું કે, જો કંપની ઉપરોક્ત ત્રણ શરત પૈકી એક પણનું પાલન નહિ કરી બળજબરી કરી ખેડૂતની છાતી પર થાંભલા ઉભા કરશે તો ખેડૂતો થાંભલા પણ ઉખાડી ફેકશે અને સરકારને પણ ઉખાડી ફેકશે.

જેતપર ખાતે યોજાયેલ ખેડૂત સભામાં મોરબીના ખેડૂત મહેશ રાજકોટિયાએ આક્રમક તેવરમાં વક્તવ્ય આપતા કહ્યું હતું કે, જેતપર ગામના ખેડૂતોની એકતાને સલામ છે ગામના નાના બાળકથી લઈ વૃદ્ધ ખેડૂતો પોલીસ કે કંપની સામે ઝુક્યા વગર જે એકતા દર્શાવી છે તેને વંદન છે, આવી ને આવી જ એકતા અને તાકાત દેખાડતા રહેજો સરકાર તમને નહિ ઝુકાવી શકે, સાથે જ ખેડૂતોના હિતમાં કામ કરતી કિશાન કોંગ્રેસ અને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ ખેડૂતોની લડાઈમાં ખેડૂતની ઢાલ બનીને ઉભી રહેવાની સાથે પહેલી ગોળી સંગઠન ખાશે તેમ જણાવી ખેડૂતોને પોતાની જમીન બચાવવા લડત આપવા આહવાન કર્યું હતું.ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના સુરતના અગ્રણી જયેશ પટેલે જેતપરના ખેડૂતોએ હેવી વીજ લાઈન મુદ્દે કંપનીએ આપેલા જડબાતોડ જવાબને વખાણતા કહ્યું હતું કે, જેતપરના ખેડૂતોમાં ગજબની એકતા જોવા મળી છે.

સાથે જ જેતપરના ખેડૂતોના આંદોલનમાં બહેનો મોટી સંખ્યામાં જોડાયા હોય તેઓએ કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલનમાં હવે નારી શક્તિ જાગૃત થઈને જોડાઈ છે જેથી ખેડૂતોનું આ આંદોલન બમણાં જોશથી આગળ ધપશે, સાથે જ અંતના તેમને કહ્યું હતું કે, દુર્ગા સ્વરૂૂપા બહેનો સામે દેવતા અને અસુરો પણ ઝુકતા હોય છે ત્યારે આવી કંપની કે સરકારની શુ વિસાત ગણવી ?

પોલીસમાં ફરજ બજાવતા ખેડૂત દીકરા -દીકરીઓને પટ્ટા, બકલ ઉતારી નાખવા આહ્વાન
કંપની અને સરકારની જોહુકમીથી હાલમાં ખેડૂતો પર સરકાર પોલીસના જોરે દમન ગુજારી રહી હોવાનો આરોપ લગાવતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, આજે ખેડૂતના દીકરા -દીકરીઓ પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે એકપણ માયનો લાલ એવો નથી કે ખેડૂતના હિતમાં આગળ આવી આવા દમન સામે પોતાના પટ્ટા બકલ ઉતારી નાખે, પાલ આંબલિયાએ પોલીસમાં ફરજ બજાવતા ખેડૂત દીકરા દીકરીઓને આગળ આવવા આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *