‘રામાયણ’, અલીફ લૈલા, જય જય બજરંગબલી જેવી ધારાવાહિકમાં યોગદાન
ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં પૌરાણિક કથાઓને જીવંત કરનાર સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ રામાનંદ સાગર ચોપરાનું 13 ફેબ્રુઆરીના 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી પાર્ક્ધિસન જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના અવસાનથી સાગર પરિવાર સહિત સમગ્ર બોલિવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આનંદ સાગર સાગર આર્ટ્સના પાયાના સભ્યોમાંના એક હતા. 1987માં જ્યારે રામાનંદ સાગરે ઐતિહાસિક ’રામાયણ’ સીરિયલ બનાવી, ત્યારે આનંદ સાગરે પડદા પાછળ રહીને તેને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2005માં પિતાના અવસાન બાદ તેમણે સાગર આર્ટ્સના બેનર હેઠળ પિતાના વારસાને માત્ર સાચવ્યો જ નહીં, પરંતુ નવી ઊંચાઈઓ પર પણ પહોંચાડ્યો. નવી પેઢી માટે 2008માં ફરીથી ’રામાયણ’ના નિર્માણમાં તેમની ભૂમિકા મુખ્ય હતી. પૌરાણિક શ્રેણીઓ: ’અલીફ લૈલા’, ’જય જય બજરંગબલી’ અને ’જય શિવશંકર’ જેવી લોકપ્રિય ધારાવાહિકોમાં તેમનું મોટું યોગદાન હતું. ટેલિવિઝન ઉપરાંત તેમણે ’આંખે’ અને ’અરમાન’ જેવી ફિલ્મોના પ્રોડક્શનમાં પણ સક્રિય ભાગ લીધો હતો.
