આનંદ મહિન્દ્રાએ શેર કર્યો સૌરાષ્ટ્રના પરંપરાગત ‘મણિયારો રાસ’નો વીડિયો

સોશિયલ મીડિયા પર પોતાની રસપ્રદ અને પ્રેરણાદાયી પોસ્ટ્સ માટે જાણીતા પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમાન…

સોશિયલ મીડિયા પર પોતાની રસપ્રદ અને પ્રેરણાદાયી પોસ્ટ્સ માટે જાણીતા પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમાન નૃત્યનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. તેમણે સૌરાષ્ટ્રના પરંપરાગત ’મણિયારો રાસ’નો એક ભાવુક વીડિયો શેર કરીને તેના ખૂબ જ વખાણ કર્યા છે.

આ વીડિયોમાં એક વડીલ (દાદા) ખૂબ જ ઉત્સાહથી પોતાના પૌત્રને મણિયારો રાસના પરંપરાગત સ્ટેપ્સ શીખવતા અને તેની સાથે નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ સ્વીકાર્યું હતું કે જ્યારે આ વીડિયો તેમની ટાઇમલાઇન પર આવ્યો, ત્યારે તે પોતાની જાતને તેને જોતા રોકી શક્યા નહોતા.

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લાગણીઓ વ્યક્ત કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું, ’જ્યારે આ ક્લિપ મારી ટાઇમલાઇન પર દેખાઈ, ત્યારે હું શા માટે થોભી ગયો તેની મને ખાતરી નથી. મને શરૂૂઆતમાં આ નૃત્ય શૈલીનું નામ પણ ખબર નહોતી. પરંતુ તેમાં એક દાદા પોતાના પૌત્રને આ નૃત્યના સ્ટેપ્સ શીખવતા જોવા મળે છે. આ નૃત્ય ખરેખર અદ્ભુત છે, જે અદભુત ઊર્જા, ઉત્સાહ અને જીવનથી સભર છે. તે જોઈને કોઈપણ વ્યક્તિને તેમાં જોડાવાનું મન થઈ જાય.’

આનંદ મહિન્દ્રાએ આ વીડિયોના ઊંડા અર્થને સમજાવતા આગળ જણાવ્યું કે, આ વીડિયો માત્ર એક નૃત્ય નથી, પરંતુ એક પેઢીથી બીજી પેઢી સુધી પરંપરા, લય અને સ્મૃતિઓના સુંદર સંક્રમણનું પ્રતીક છે. આજના ઝડપથી બદલાતા અને અનિશ્ચિત સમયમાં, આ પ્રકારના દ્રશ્યો મનને એક અનોખો દિલાસો અને માનસિક શાંતિ આપે છે. તે આપણને ખાતરી અપાવે છે કે સમય ગમે તેટલો બદલાય, પણ આપણી સંસ્કૃતિ અને મૂળભૂત મૂલ્યો હંમેશા અકબંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *