પોલીસ કમિશનર કચેરી પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પીધું

બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરની પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…

બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

શહેરની પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે આજે બપોરે 2.15 વાગ્યાના અરસામાં અજાણયો યુવાન (ઉ.વ. આશરે 37) વાળાએ કોઇ કારણસર જલદ પ્રવાહી પી લેતા તે બેભાન થઇ ઢળી પડ્યો હતો. જેથી તેને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

જો કે, તે બેભાન હાલતમાં હોય તે કોણ છે અને શા માટે પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણી શકાયુ નથી ભાનમા આવ્યા બાદ વધુ વિગત મેળવી શકાશે આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *