ભાવનગર જિલ્લાના બોરડા ગામે રહેતા એક વૃદ્ધ ને બેભાન હાલતે તળાજા ની સરકારી હોસ્પિટલમા લાવતા ફરજ પરના ડોક્ટર એ મૃત જાહેર કરેલ.દાઠા પોલીસે બનાવ ને લઈ કેસ કાગળ તૈયાર કરી કાયદેસર ની કાર્યવાહી કરી પી.એમ કરાવેલ છે. બોરડા ગામે રહેતા મીઠાભાઈ પ્રેમજીભાઈ રાઠોડ ઉ.વ.62 ને આજે બેભાન અવસ્થામાં તળાજા સરકારી હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા.
તેઓને તબીબે મૃત જાહેર કરતા દાઠા પો.સ.ઇ યાદવ ટીમ સાથે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતકના પરિવાર જનોએ કહ્યું હતુંકે વાડીએથી આવી ન્હાવા માટે ગરમ પાણી કરવા જતાં શોક લાગતા મરણ ગયેલ છે. બનાવના પગલે મૃતકના સમાજ ના આગેવાનો પરિવાર જનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તપાસઅર્થે આવેલ પો.સ.ઇ યાદવ એ શબ પડ્યું હોય પાણી પણ પીવાનો ઈન્કાર કરી ને માનવીય સંવેદના સાથે મોત નો મલાજો પાળ્યો હતો.