વર્ષ 2026-27માં અલ- નીનોની મેગા અસર સર્જાશે : 140 વર્ષ બાદ સર્જાઈ શક્તિશાળી પેટર્ન
છેલ્લા ઘણા દિવસોથી હવામાનમાં ઉત્તર ચડાવ જોવા મળી રહ્યા છે ત્યારે પ્રીમોન્સુન એક્ટિવિટી હાલ શરૂૂ થઈ ગઈ છે અને વાતાવરણમાં તેની અસર પણ જોવા મળે છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારથી ફરી તાપમાનમાં ઉછાળો જોવા મળશે પરંતુ અમરેલી સમગ્ર રાજ્યનું ગરમ શહેર નોંધાયું છે અને તાપમાન 41.1 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં હીટ વેવની તીવ્રતા વધુ રહેશે.
હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. માર્ચ અને એપ્રિલમાં માવઠાના સંકટ બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાતા હવે ઉનાળોનો અસલી મિજાજ અનુભવાશે. તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉંચે જતાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. મંગળવારે 41.1 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર રહ્યું. ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો છે. જેમાં અમદાવાદ, અમરેલી, રાજકોટ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગઈકાલે અમદાવાદમાં 41 ડિગ્રી, અમરેલીમં 41.1 ડિગ્રી, તો રાજકોટમાં 40.7, ગાંધીનગરમાં 40.5, વડોદરામાં 39.6, ભૂજમાં 39, સુરતમાં 38.9, કંડલામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ઉનાળો હવે અસલ મિજાજમાં આવી રહ્યો છે.
અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે..અને હજુ આગામી 3 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે..ગયા વર્ષે 30 એપ્રિલના 44.8 ડિગ્રી સાથે છેલ્લા 15 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. દેશભરમાં ભીષણ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે . ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. દેશમાં આ પ્રદેશોમાં આગામી સમયમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. હાલ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમીથી જનતાને હાલ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.
આ તરફ દુનિયામાં હાલ 1877 બાદનું સૌથી શક્તિશાળી અલ નીનો બની રહ્યું હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. અલ-નીનો એક એવી પ્રાકૃતિક મૌસમી ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ ભાગનું પાણી અસામાન્ય રૂૂપે ગરમ થઈ જાય છે. 2026-27 માં ફરી એક વખત સુપર અથવા મેગા અલ-નીનોની સ્થિતિ સર્જાઈ રહી હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. સામાન્ય અલ નીનો પ્રત્યેક બેથી સાત વર્ષમાં આવે છે, પરંતુ આ વખતે સુપર અથવા મેગા સ્તરનું અલ-નીનો બની રહ્યું છે. તેનું કારણ સમુદ્રી ગરમીની લહેર, પોઝિટિવ પેસિફિક મેરિડિયનલ મોડ અને ગરમ દક્ષિણી હવાઓ છે. બે સ્થિતિના કારણે અલનીનો જેવી સ્થતિની હવામાન વિજ્ઞાનિકોએ ચેતવણી આપી છે, કે આ લહેર અલ-નીનોને વધુ મજબૂત બનાવી રહી છે. ગરમી અને ભેજ વધવાથી પશ્ચિમી દેશોમાં ગરમીની લહેરો વધુ તીવ્ર બની શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પેટર્ન 140 વર્ષમાં સૌથી શક્તિશાળી હોઈ શકે છે.
