બુલેટપ્રૂફ કાચ પાછળ જોવા મળ્યા અમિતાભ, 44 વર્ષ જૂની પરંપરા બદલાઇ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન રવિવારે તેમના મુંબઈ નિવાસસ્થાન, જલસાની બહાર ચાહકોને મળ્યા હતા. આ વખતે, તેઓ બુલેટપ્રૂફ કાચની કેબિનમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં તેમના ઘરને…

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન રવિવારે તેમના મુંબઈ નિવાસસ્થાન, જલસાની બહાર ચાહકોને મળ્યા હતા. આ વખતે, તેઓ બુલેટપ્રૂફ કાચની કેબિનમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં તેમના ઘરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. અભિનેતા કેબિનની અંદરથી ચાહકોનું સ્વાગત કરતા અને હાથ હલાવતા જોવા મળ્યા હતા. બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ તેમના બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમિતાભ બચ્ચન દર રવિવારે ચાહકોને મળવા માટે તેમના બંગલા, જલસામાંથી બહાર આવે છે. તાજેતરમાં, અમિતાભ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ, મુંબઈ પોલીસે અભિનેતાના નિવાસસ્થાન પર સુરક્ષા વધારી દીધી છે અને બંગલાની આસપાસ સુરક્ષા પણ વધારી દીધી છે.

રવિવારે પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા.અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન પણ રવિવારના દર્શનમાં તેમના પિતા સાથે જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચન ઘણીવાર રવિવારના દર્શન માટે એકલા દેખાય છે. ધમકી બાદ અભિષેક બચ્ચન તેના પિતા સાથે જોવા મળ્યો છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે તેમને આરામની જરૂૂર છે. અભિનેતાએ જણાવ્યું હતું કે તેમના ડોક્ટરે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. તેમની બીમારી છતાં, અમિતાભ બચ્ચને રવિવાર દર્શનની પરંપરા તોડી નથી. અમિતાભ બચ્ચન લાંબા સમયથી આ પરંપરાનું પાલન કરી રહ્યા છે. દર રવિવારે, ચાહકો તેમની એક ઝલક જોવા માટે તેમના ઘરે કલાકો સુધી રાહ જુએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *