એક અમેરિકન નાગરિકે ગુરૂવારે એટલે કે ગઈ કાલે ચાકૂની અણીએબેલીઝમાં ટ્રોપિક એરના એક નાના વિમાનને
હાઇજેક કર્યું હતું. હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા હતાં ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં વિમાનમાં સવાર મુસાફરે હુમલાખોર પર ગોળી ચલાવી હતી, જેનાથી તેનું મોત નિપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, ટેલરે ફ્લાઇટ દરમિયાન છરી બતાવી હતી અને દેશની બહાર લઈ જવાની માંગ કરી હતી. વિમાનમાં ૧૪ મુસાફરો અને ૨ ક્રૂ સભ્યો સવાર હતા. ફ્લાઇટ કોરોઝલથી સાન પેડ્રો જઈ રહી હતી.
બેલીઝના પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સે જણાવ્યું હતું કે ટેલરે વિમાનમાં ત્રણ લોકોને ચાકુ માર્યું હતું, જેમાં એક પાઇલટ અને એક મુસાફરનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિમાનમાં સવાર એક મુસાફરે લાઇસન્સવાળી બંદૂકથી હુમલાખોરને ગોળી મારી હતી. આ ઘટના દરમિયાન વિમાન લગભગ બે કલાક સુધી હવામાં ફરતું રહ્યું, પરંતુ આખરે તેને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.
ઘાયલ પાયલોટ અને બે મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૌથી વધુ ઘાયલ તે મુસાફર હતો જેણે હિંમત બતાવી અને હાઇજેકરને મારી નાખ્યો. તેમને પીઠમાં છરી વાગી હતી અને ફેફસામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
વિલિયમ્સે સ્વીકાર્યું કે બેલીઝના નાના એરપોર્ટ પર સુરક્ષા નબળી છે અને ટેલર છરી સાથે વિમાનમાં કેવી રીતે ચઢી શક્યો તે અંગે ચિંતા છે.