મિથરી મૂવીઝ અને નિર્દેશક સુકુમારે પણ 50-50 લાખ આપ્યા
તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને પુષ્પા 2ના નિર્માતાઓએ હૈદરાબાદમાં ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકના પરિવારને 2 કરોડ રૂૂપિયાના વળતરની જાહેરાત કરી છે. બાળકની 36 વર્ષીય માતા રેવતી સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગમાં મૃત્યુ પામી હતી 4 ડિસેમ્બરે ફિલ્મના પ્રીમિયર અલ્લુ અર્જુનના આવવાને કારણે નાસભાગ મચી હતી.
અલ્લુ અર્જુને રૂૂ. 1 કરોડ, મિથરી મૂવીઝ અને નિર્દેશક સુકુમારે 50-50 લાખ આપ્યા હતા. આ વળતર ફિલ્મ નિર્માતા અને તેલંગાણા ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ દિલ રાજુ પરિવારને સોંપશે. ઘાયલ બાળક માટે વળતરની જાહેરાત અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ દ્વારા કરવામાં આવી હતી. અલ્લુ અરવિંદ બાળકની ખબર કાઢવા માટે હૈદરાબાદની કીમસ હોસ્પિટલમાં ગયાં હતા. અલ્લુ અરવિંદે જણાવ્યું હતું કે, મારી પાસે પરિવારના સભ્યો સાથે વાતચીત ન કરવાનો આદેશ છે તેથી હું ચેરેન દિલ રાજુને વળતરનો ચેક સુપ્રત કરીશ.
