બહુપ્રતિક્ષિત પૌરાણિક મેગા બજેટ ફિલ્મ ’મહાકાલી’માંથી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય ખન્નાનો દૈત્યગુરુ ’શુક્રાચાર્ય’ તરીકેનો પાવરફુલ ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને સુપરસ્ટાર પ્રભાસ તથા ઋષભ શેટ્ટીએ પણ તેના જોરદાર વખાણ કર્યા છે.
ભારતીય સિનેમામાં પોતાની અદભુત અદાકારી માટે જાણીતા અભિનેતા અક્ષય ખન્ના હવે પૌરાણિક સિનેમામાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આગામી પૌરાણિક પાન-ઇન્ડિયા ફિલ્મ ’મહાકાલી’ના નિર્માતાઓ દ્વારા ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના દાનવોના ગુરુ ’મહર્ષિ શુક્રાચાર્ય’ની અત્યંત શક્તિશાળી અને રહસ્યમય ભૂમિકા ભજવી રહ્યા છે. પોસ્ટરમાં તેમનો ગંભીર અંદાજ, તીક્ષ્ણ આંખો અને પરંપરાગત વેશભૂષા દર્શકોને મંત્રમુગ્ધ કરી રહી છે.
