લાખોની અશ્રુભીની મેદની વચ્ચે અજિત ‘દાદા’નું મહાપ્રયાણ

વિદ્યા પ્રતિષ્ઠાનના વિશાળ મેદાનમાં હૈયે હયું દળાય એવી ભીડ સવારે અંતિમ દર્શન બાદ બપોરે પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર દેશના અનેક નેતાઓ અને સિને સેલેબ્રિટી દ્વારા…

વિદ્યા પ્રતિષ્ઠાનના વિશાળ મેદાનમાં હૈયે હયું દળાય એવી ભીડ

સવારે અંતિમ દર્શન બાદ બપોરે પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર

દેશના અનેક નેતાઓ અને સિને સેલેબ્રિટી દ્વારા હૃદયવંદિત શ્રધ્ધાંજલિ: બારામતીમાં સ્મારક બનાવાશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગઇકાલે સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બારામતીની વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના મેદાનમાં રાખવામાં આવ્યો છે, જ્યાં હજારો સમર્થકો અને દિગ્ગજ નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. અજિત પવારના અંતિમ સંસ્કાર આજેે સવારે 11:00 વાગ્યે તેમના પૈતૃક ગામ કાટેવાડી ખાતે પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતાં. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના નેતાઓએ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. રાજય સરકારે બારામતીમાં તેમનું સ્મારક બનાવવાની જાહેરાત કરી છે.

અજિત પવારના પાર્થિવ દેહને મોડી રાત સુધી વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જેથી ગામના લોકોએ અને કાર્યકર્તાઓ તેમના અંતિમ દર્શન કર્યા હતાં. મોટી સંખ્યામાં ભીડ તેમના દર્શન માટે ઉમટી હતી. આજે સવારે 09:00 વાગ્યે તેમની અંતિમ યાત્રા ગદિમા સભાગૃહથી શરૂૂ થઈ હતી. આ યાત્રા વિદ્યાનગરી ચોક, ભીગવણ સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાનની મરાઠી શાળાના અંદરના માર્ગ પરથી પસાર થઈને મુખ્ય મેદાન સુધી પહોંચી હતી.

જ્યાં સવારે 11:00 વાગ્યે અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થયા હતાં.
અજિત પવારના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. શરદ પવાર, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને હસન મુશ્રીફ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ બારામતી પહોંચી સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. અજિત પવારની ઓળખ તેમના કપડાં અને ઘડિયાળ પરથી કરવામાં આવી હતી. તેમના નાના પુત્ર જય પવાર પાર્થિવ દેહ લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. શરદ પવાર, સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર હોસ્પિટલ પહોંચતા જ અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભાઈના મોતના સમાચારથી સુપ્રિયા સુલે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *