ઓમાનના દરિયામાં સલાયાના વધુ એક વહાણ ઉપર એરસ્ટ્રાઇક

સંયુક્ત અરબ અમીરાત (UAE) થી સોમાલિયા તરફ સામાન્ય કાર્ગો લઈને જઈ રહેલા ગુજરાતના ભારતીય ધ્વજ ધરાવતા વહાણ ’MSV કૂબા’ (MSV QUBA – MNV 2183)પર ઓમાનના…

સંયુક્ત અરબ અમીરાત (UAE) થી સોમાલિયા તરફ સામાન્ય કાર્ગો લઈને જઈ રહેલા ગુજરાતના ભારતીય ધ્વજ ધરાવતા વહાણ ’MSV કૂબા’ (MSV QUBA – MNV 2183)પર ઓમાનના દરિયાઈ વિસ્તારમાં અજ્ઞાત એરિયલ (હવાઈ) હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલાને કારણે વહાણમાં ભીષણ આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. જોકે, વહાણ પર સવાર તમામ 13 ભારતીય ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.

આ ઘટના બાદ કચ્છના મોટા સાલાયા ખાતે રહેતા ખલાસીઓના પરિવારો અને વહાણના માલિકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. અસરગ્રસ્ત પરિવારો અને વહાણના માલિક કાસમ જાફરાબાદી દ્વારા કેન્દ્ર સરકાર અને અગ્રણી સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે હુમલામાં કયા હથિયારનો ઉપયોગ થયો હતો અને તેની પાછળ કઈ વ્યક્તિઓ કે સંગઠનો જવાબદાર છે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

પરિવારે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં કાયદેસરની મુસાફરી કરી રહેલા ભારતીય નાગરિકો અને ભારતીય વહાણની સુરક્ષા અંગે ગંભીરતાથી વિચારવામાં આવે. ઉપરાંત, આ હુમલામાં થયેલા આર્થિક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી જવાબદાર પક્ષો અથવા વીમા કંપનીઓ પાસેથી વળતર અપાવવામાં આવે તથા અસરગ્રસ્ત 13 ખલાસીઓ અને તેમના પરિવારજનો માટે નાણાકીય સહાય અને પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિક ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ પીડિત પરિવારોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને સંબંધિત મંત્રાલયોમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *