ટાયર ફાટતા, એર ઇન્ડિયાની ફલાઇટનું કોચીમાં ઇમર્જન્સી લેન્ડીંગ

    જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ગુરુવારે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પ્લેનમાં 160 મુસાફરો સવાર હતા.કોચીન ઈન્ટરનેશનલ…

 

 

જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ગુરુવારે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પ્લેનમાં 160 મુસાફરો સવાર હતા.કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)એ એક નિવેદનમાં જણાવ્યું કે ફ્લાઈટ IX 398ને રાઈટ મેન લેન્ડિંગ ગિયર અને ટાયર ફેલ થવાને કારણે કોચ્ચી ડાયવર્ટ કરવામાં આવી હતી.

ફ્લાઈટને સવારે 9.07 વાગ્યે પૂરી ઈમરજન્સી સાથે લેન્ડ કરાવવામાં આવી. CIALના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું, ’તમામ ઈમરજન્સી સેવાઓને પહેલાથી જ એક્ટિવેટ કરી દેવામાં આવી હતી.’મુસાફરો કે ક્રૂ મેમ્બર્સમાંથી કોઈના ઘાયલ થવાના કોઈ સમાચાર નથી. લેન્ડિંગ પછી તપાસમાં પુષ્ટિ થઈ કે બંને જમણી બાજુના ટાયર ફાટી ગયા હતા.એરલાઇન પ્રવક્તાએ એમ પણ કહ્યું કે માત્ર ટાયર ફાટ્યા હતા અને લેન્ડિંગ ગિયરમાં કોઈ સમસ્યા નહોતી. આ ઈમરજન્સી લેન્ડિંગ નહીં, પરંતુ કોચ્ચીમાં કરવામાં આવેલું સાવચેતીભર્યું લેન્ડિંગ હતું કારણ કે કરિપુર એક ટેબલ ટોપ એરપોર્ટ છે.

તમામ મુસાફરોને એરપોર્ટ લાઉન્જમાં રોકવામાં આવ્યા છે અને તેમની આગળની મુસાફરી માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ફ્લાઇટમાં વિલંબ અથવા રદ થવાની સ્થિતિમાં, એરલાઇને ખાતરી આપી છે.
કે મુસાફરોને માર્ગ દ્વારા કોઝિકોડ લઈ જવામાં આવશે, જે કોચીથી લગભગ સાત કલાકના ડ્રાઇવ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *