ફ્લાઇટમાં તૂટેલી ફૂટેલી સીટ આપવા મામલે એર ઇન્ડિયાને 20 લાખનો દંડ

ટિકીટદીઠ વધારાના 1.23 લાખ આપ્યા છતાં ક્ષતિયુક્ત સીટ આપી હતી દેશની અગ્રણી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા ને ગ્રાહક સુરક્ષા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો અને…

ટિકીટદીઠ વધારાના 1.23 લાખ આપ્યા છતાં ક્ષતિયુક્ત સીટ આપી હતી

દેશની અગ્રણી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા ને ગ્રાહક સુરક્ષા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો અને મોંઘો આંચકો લાગ્યો છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચએ એક વરિષ્ઠ નાગરિકને 15 કલાક લાંબી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ખામીયુક્ત (ન તૂટેલી કે ન નમે તેવી) બિઝનેસ ક્લાસ સીટ પૂરી પાડવા બદલ એર ઇન્ડિયા પર ₹20 લાખનું આકરૂૂં વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કમિશને પીડિત મુસાફરને ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરવાના રાજ્ય ગ્રાહક આયોગના અગાઉના કડક નિર્ણયને પણ માન્ય રાખ્યો છે.

અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, મોંઘા બિઝનેસ ક્લાસના પૈસા વસૂલ્યા પછી ગ્રાહકને આવી અસુવિધા આપવી એ સેવામાં ગંભીર અને અક્ષમ્ય ખામી ગણાય. આ હાઈપ્રોફાઈલ મામલો મેરઠના રહેવાસી 73 વર્ષીય નિવૃત્ત ન્યાયાધીશ રાજેશ ચંદ્રા અને તેમની પત્ની સાથે જોડાયેલો છે.

ન્યાયાધીશ ચંદ્રા 1978 થી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અને સાયટિકા જેવી ગંભીર શારીરિક બીમારીઓથી પીડાતા હોવાથી, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી નવી દિલ્હીની લાંબી મુસાફરી આરામદાયક રહે તે માટે પ્રતિ ટિકિટ વધારાના ₹1.23 લાખ ચૂકવીને પોતાની ઇકોનોમી સીટને બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કરાવી હતી. જોકે, 22 સપ્ટેમ્બર, 2022 ના રોજ ફ્લાઇટમાં બેઠા પછી તેમને ફાળવાયેલી સીટ નંબર 08ડી ખામીયુક્ત નીકળી હતી, જે પાછળ તરફ નમતી ન હતી. કેબિન ક્રૂને ફરિયાદ કરવા છતાં ફ્લાઇટ હાઉસફુલ હોવાને કારણે તેમને અન્ય કોઈ સીટ ન મળી અને આખી 15 કલાકની મુસાફરી અસહ્ય પીડામાં વિતાવવી પડી હતી, જેના લીધે દિલ્હી પહોંચ્યા પછી તેમને લાંબી ઓર્થોપેડિક સારવાર અને ફિઝીયોથેરાપી કરાવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *