2012માં ’જન્નત ટુ’ રજૂ થઈ હતી ’આવારાપન-ટુ’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂૂ નિર્માતાએ ’આવારાપન ટુ’નો બચાવ કરતા કહ્યું કે તેમણે માત્ર પૈસા કમાવવા આ ફિલ્મ નહોતી બનાવી ઈમરાન હાશમીની ’આવારાપન ટુ’ બોક્સ ઓફિસ ખાતે ભારે સફળ થતા નિર્માતા વિશેષ ભટ્ટે ’જન્નત 3’ પર કામ શરૂૂ કરી દીધુ છે. આ ત્રીજો ભાગ સફળ જન્નત ળેન્ચાઈસીમાં ઈમરાન હાશ્મીની અગાઉની ફિલ્મોને આગળ વધારશે જેની પટકથા હજી તૈયાર થઈ રહી છે.
વિશેષ ભટ્ટે માહિતી આપી કે ’આવારાપન ટુ’ પછી ’જન્નત 3’ તેનો આગામી પ્રોજેક્ટ રહેશે. તેમણે સ્ક્રિપ્ટ પર કામ ચાલુ હોવાનું જણાવ્યું છે, આ ફ્રેન્ચાઈસી 2008માં હાશ્મીના અર્જુન દીક્ષિત અને સોનલ ચૌહાનના ઝોયાના રોલ સાથે શરૂૂ થઈ હતી જેના પછી 2012માં ’જન્નત ટુ’ રજૂ થઈ હતી.નિર્માતાએ ’આવારાપન ટુ’નો બચાવ કરતા કહ્યું કે તેમણે માત્ર પૈસા કમાવવા આ ફિલ્મ નહોતી બનાવી. શરૂૂઆતમાં વિતરકોએ તેમાં રસ દાખવ્યો હતો, જેના કારણે સર્જકોએ પોતાના નાણાનું રોકાણ કર્યું હતું.
