ગુજરાત કેડરના 37 અધિકારીઓની બદલી, રાજકોટના નવા અધિક કલે. સોમવારે ચાર્જ સંભાળશે
સરકારની પીએમજય યોજનાનો ગેરલાભ લઇ અને નાણા ખંખેરવાનું કૌભાંડ ખ્યાતિ હોસ્પીટલ દ્વારા ચલાવાતુ હોવાનો પર્દાફાશ થયા બાદ સરકાર દ્વારા પીએમજય સેલમાં સોશિયલ એકઝીકયુટીવ ઓફિસરની નિમણુંક કરવામાન આવી છે. રાજય સરકાર દ્વારા ગુજરાત કેડરના 37 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટના આરએસી ચેતન ગાંધીની જગ્યાએ એ.કે.ગૌતમ મુકવામા આવયા છે. સામાન્ય વહીવટી વિભાગ તરફથી આપવામાં આવ્યો છે. તેઓ સોમવારથી ચાર્જ સંભાળશે
આ અંગે વહીવટી વિભાગ દ્રારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, વડોદરા જીઆઈડીસીના ડેપ્યુટી ડાયરેકટર એસ.એન મલેકને ગાંધીનગર ટેકનિકલ શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે.અમદાવાદના એડિશનલ કલેકટર એસ.કે પટેલને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એકિઝકયુટિવ ડાયરેકટર તરીકે નિયુકત કરાયા છે.
ખેડાના રેસિડેન્ટ એડિશનલ કલેકટર બી.કે જોશીને ગાંધીનગર જીઆઈડીસીમાં એકિઝકયુટિવ ડાયરેકટરનો ચાર્જ સોંપાયો છે. વડોદરા મ્યુનિ. કોર્પેારેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એચ.જે પ્રજાપતિને પાટણના રેસિડેન્ટ એડિશનલ કલેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ અશોક દવેની સહીથી પ્રસિધ્ધ નોટિફિકેશનમાં અમદાવાદના આરએસી સુધીર પટેલને એકઝુકેટિવ ડિરેકટર, સાયન્સ સિટી ખાતે બદલી કરીને તેમના સ્થાને જોઈન્ટ ડાયરેકટર નાગરીક પુરવઠા ભાવિન સાગરની નિયુકિત થઈ છે.
અમદાવાદ ઉપરાંત પાટણ, ખેડા, પોરબંદર, મહેસાણા, અરવલ્લ ી એમ કુલમળીને આઠ જિલ્લ ાઓમાં આરએસી ની બદલીઓ કરવામાં આવી છે. જેમાં પાટણમાં આરએસી તરીકે એચ.જે.પ્રજાપતિ, ખેડા આરએસી તરીકે જે.બી.દેસાઈ, મહેસાણામાં જે. કે.જેગોડા, પોરંબદરમાં જે.બી.વદર, રાજકોટમાં એ.કે.ગૌતમ, વડોદરામાં બી.એસ.પટેલ અને નવસારીમાં વાય.બી.ઝાલાને નિયુકિત થઈ છે. આ બદલીના આદેશોમાં પીએમ પોષણ યોજના મહત્વની કામગીરી માટે ચાર્જમાં ચાલતી જોઈન્ટ કમિશનરની જગ્યાએ વેઈટિંગ ફોર પોસ્ટિંગ રહેલા એસ.એસ. ગુનો નિયુકત કરાયા છે. યારે મહેશ લાંગા કેસને કારણે ચર્ચાસ્પદ ગુજરાત મેરિટાઈમ બોર્ડ- જીએમબીમાં ઓફસર ઓન સ્પેશ્યિલ ડુટી તરીકે મમતા આર. પ્રજાપતિની નિયુકિત કરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી રહેલી એડિશનલ લેબર કમિશનર તરીકે વાય.એમ. શેખ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના ડેપ્યુટી ચેરમેનની જગ્યાએ અનિલ બી. રાદડિયાને નિયુકત કરવામાં આવી છે.