યુધ્ધવિરામ પછી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સંગઠનની પ્રક્રિયા ફરી પાટે ચડી

યુદ્ધવિરામને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સ્થિતી શાંત પડી છે. હવે ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ધમધમ્યુ છે. કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ કાર્યકરોની…

યુદ્ધવિરામને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સ્થિતી શાંત પડી છે. હવે ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ધમધમ્યુ છે. કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ કાર્યકરોની અવરજવર વધી છે. એકાદ અઠવાડિયામાં જ ભાજપમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તો બીજી તરફ, ગુજરાતમાં શહેર-જીલ્લા પ્રમુખો નિમવા દિલ્હીમાં પ્રભારીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આમ, ભાજપ-કોંગ્રેસ સંગઠન માટે સક્રિય બન્યાં છે. એકાદ અઠવાડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખનું કોંકડુ ઉકેલાશે
ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળે તે માટે રાજકીય કવાયત શરૂૂ થઇ હોવાની ચર્ચા શરૂૂ છે.ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી હતી. હવે જ્યારે પરિસ્થિતી થાળે પડી છે ત્યારે ગુજરાતમાં ફરી રાજકારણ ગરમાયુ છે કેમ કે, ગુજરાત ભાજપનું સુકાન કોને સોપવું તે મુદ્દે હાઇકમાન્ડે ફરી ચર્ચા શરૂૂ કરી છે. હવે ગમે તે ઘડીએ નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

આ તરફ, કોંગ્રેસ હાઇકમાન્ડે પણ દિલ્હીમાં AICCના પ્રભારીઓ સાથે બેઠકો શરૂૂ કરી છે. બધાય શહેર-જીલ્લાના પ્રવાસ પછી અભિપ્રાય લેવામાં આવી રહ્યાં છે. કોને શહેર-જીલ્લા પ્રમુખ બનાવવા તે માટે મત લેવામાં આવી રહ્યો છે. આ જોતાં આગામી ટૂંક જ સમયમાં કોંગ્રેસ શહેર-જીલ્લા પ્રમુખોના નામોની ઘોષણા કરે તેવા અણસાર મળ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *