નયારા બાદ રિલાયન્સના પેટ્રોલમાં રૂા.5, ડીઝલમાં રૂા.3નો વધારો

ખાનગી પેટ્રોલિયમ કંપની નયારા બાદ હવે જીયો-બીપી (રિલાયન્સ) કંપનીએ પણ પેટ્રોલના ભાવમાં રૂા.5 અને ડિઝલના ભાવમાં રૂા.3નો વધારો ઝીંકતા વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક ડામ…

ખાનગી પેટ્રોલિયમ કંપની નયારા બાદ હવે જીયો-બીપી (રિલાયન્સ) કંપનીએ પણ પેટ્રોલના ભાવમાં રૂા.5 અને ડિઝલના ભાવમાં રૂા.3નો વધારો ઝીંકતા વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે.
રિલાયન્સ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે ગઇકાલે રવિવારે જ જાહેરાત કરી દેવામાં આવતા ગઇકાલે સાંજથી જ સરકારી કંપનીઓના કેટલાક પેટ્રોલ પંપો ઉપર ટેકનિકલ ક્ષતીના નામે સાદા પેટ્રોલનું વેંચાણ શંકાસ્પદ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું અને ગ્રાહકોને મોંઘા ભાવનું પ્રીમિયમ પેટ્રોલ ખરીદવાની ફરજ પાડવામાં આવી હતી. આ બાબતે પુરવઠા કે અન્ય જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

રોજિંદી મુસાફરી કરતા લોકો માટે ખિસ્સા પર વધુ એક બોજ વધ્યો છે. નાયરા બાદ હવે વધુ એક ખાનગી ઈંધણ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત ઉંશજ્ઞ-બા એ પેટ્રોલની કિંમતમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં ₹3 પ્રતિ લિટર નો વધારો કર્યો છે. આ નવા દરો રવિવાર, 11 ઓક્ટોબરથી સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગયા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મૂઝની ખાડીથી ઓઇલ સપ્લાય ઠપ થવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવ ઊંચા રહેવાને કારણે માર્કેટિંગ માર્જિન પર દબાણ વધ્યું છે, જેના કારણે ખાનગી કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 3 ઓક્ટોબરે અન્ય ખાનગી ઓઇલ કંપની નાયરા એનર્જીએ પણ પેટ્રોલ-ડીઝલમાં આટલો જ ભાવવધારો કર્યો હતો.

રાજકોટમાં જીયો-બીપીના પેટ્રોલનો નવો ભાવ રૂા.107.08 થયો છે. જયારે ડીઝલ રૂા.101.22 થયો છે જયારે હરિયાણામાં પેટ્રોલ આશરે ₹109.80 પ્રતિ લિટર અને ડીઝલ ₹97.75 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. પંજાબમાં પેટ્રોલ આશરે ₹108.54 અને ડીઝલ ₹99.19 પ્રતિ લિટર છે. રાજસ્થાનમાં સ્થાનિક ટેક્સના આધારે પેટ્રોલ ₹113.91 થી ₹117.65 અને ડીઝલ ₹97.15 થી ₹100.78 પ્રતિ લિટરની વચ્ચે ઉપલબ્ધ છે.

એક તરફ ખાનગી રિટેલર્સ ભાવ વધારી રહ્યા છે, ત્યારે દેશની સરકારી ઓઇલ કંપનીઓ ઈંક્ષમશફક્ષ ઘશહ, ઇઙઈક અને ઇંઙઈક દ્વારા હાલમાં રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. સરકારી કંપનીઓ દ્વારા ભાવ સ્થિર રાખવામાં આવતા અન્ય મેટ્રો શહેરોની સરખામણીમાં ગ્રાહકોને થોડી રાહત મળી છે, પરંતુ ખાનગી પંપો પર મોંઘવારીનો માર યથાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *