ગુજરાતમાં અદાણી બાદ ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 5 રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં 5 રૂૂપિયાનો ભાવ વધારો લાગુ કરવામાં આવતા હવે ગુજરાત એનર્જી સીએનજી ગેસના ભાવ પ્રતિ કિલોએ 88.76 રૂૂપિયાથી વધીને હવે 93.76 રૂૂપિયા પહોંચી ગયો છે. નવા ભાવ વધારો રાત્રે 12 વાગ્યાથી લાગુ કરી દેવાયો છે.
અગાઉ ગુજરાત એનર્જી ગેસ દ્વારા 18 ઓગસ્ટના રોજ ભાવમાં વધારો કર્યો હતો. તે સમયે 3.75 રૂૂપિયાનો સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવતા 85.01થી વધીને સીએનજીનો ભાવ 88.76 રૂૂપિયા થઈ ગયો હતો. એટલે કે અંદાજે ચાર મહિના બાદ ફરી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
દિવાળી બાદ મોંઘવારીના માર વચ્ચે સીએનજીના ભાવમાં થયેલા વધારાથી વાહનચાલકોને વધુ એક આર્થિક ફટકો પડશે. સીએનજીથી ચાલતી કાર, રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા લોકોને હવે ગેસ ભરાવવા માટે અગાઉ કરતાં વધુ નાણાં ખર્ચવા પડશે. જો કે થોડા સમય પહેલા અદાણી દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોની અને સીએનજી વાહન ચાલકોની દિવાળી બગાડી હતી. પરંતુ દિવાળી બાદ હવે ગુજરાત એનર્જી દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરતા વાહન ચાલકોને વધુ અસર થવાની છે. સતત સીએનજીના ભાવમાં વધારો થતા હવે પેટ્રોલ અને સીએનજીના ભાવ સમકક્ષ પહોંચી ગયા છે.
