અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે શાંતિ સમજૂતીને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. ત્યાં હાજર યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પણ મીડિયા સામે ચાલી રહેલી ચર્ચામાં ભાગ લીધો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે નિવેદન જારી કરીને કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ અત્યારે શાંતિ માટે તૈયાર નથી. તેણે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું અપમાન કર્યું છે. તે જ્યારે પણ શાંતિ સમજૂતી કરવા ઈચ્છે ત્યારે અમેરિકા આવી શકે છે.
સોશિયલ મીડિયા સાઇટ્સ ટ્રુથ સોશિયલ પર જાહેર કરવામાં આવેલા પોતાના નિવેદનમાં ટ્રમ્પે લખ્યું, આજે મેં અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વ્હાઇટ હાઉસમાં સારી વાતચીત કરી. દબાણ હેઠળની આ સમગ્ર વાતચીતમાં ઘણું શીખવા મળ્યું. વાતચીતમાં લાગણીઓ દ્વારા કેટલું બહાર આવે છે તે જોઈને આશ્ચર્ય થાય છે.
ટ્રમ્પે ઝેલેન્સ્કી પર આરોપ લગાવ્યો કે તેઓ યુદ્ધનો અંત લાવવા માંગતા નથી. શાંતિ તરફ પગલાં લેવાને બદલે, તેઓ માત્ર અમેરિકન સંડોવણીને સોદાબાજીની ચિપ તરીકે જોઈ રહ્યા છે જેમાંથી શક્ય તેટલો લાભ મેળવવા માટે. ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે ઝેલેન્સકી અમેરિકા દ્વારા શાંતિ સમજૂતી પર પહોંચવા માટે તૈયાર નથી. કારણ કે તેમને લાગે છે કે અમારી ભાગીદારી તેમને શાંતિ પ્રસ્તાવ પર સોદો કરવામાં મદદ કરશે. પણ મારે નફો નથી જોઈતો, મારે શાંતિ જોઈએ છે.
બીજી તરફ રશિયા અત્યાર સુધી ઝેલેન્સકીને અમેરીકાની કઠપુતળી તરીકે જોતુ હતુ. પરંતુ વોશિગ્ટનમાં ટ્રમ્પ સાથેની મુલાકાતમાં જેકાંઇ બન્યુ તેથી તે આનંદ અનુભવી રહ્યું છે. એક નિવેદનમાં રશિયાએ જણાવ્યુ છે કે, યુક્રેના નેતાને જે કાઇ મળ્યુ તે એના હકદાર છે.