ધ્રોલમાં પ્રેમ લગ્ન બાદ બે વેવાણ વચ્ચેના ઝઘડામાં વેવાઇ દંપતી સામે હુમલાની વળતી ફરિયાદ

પ્રેમિકાની માતાએ પ્રેમીના ઘરમાં જઇ ધોકાવાળી કરી હતી જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ કરી લીધા પછી પ્રેમિકાની માતા વિફરી હતી,…

પ્રેમિકાની માતાએ પ્રેમીના ઘરમાં જઇ ધોકાવાળી કરી હતી

જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ કરી લીધા પછી પ્રેમિકાની માતા વિફરી હતી, અને પ્રેમી ના ઘરે જઈ તોડફોડ કરી નાખી હતી, અને માતા પર ધોકા વડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જે વેવાણ દ્વારા પણ પોતાના ઉપર હુમલા ની વેવાઈ દંપતી સામે વળતી ફરિયાદ નોંધાવાઈ છે.

આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક-એ માં રહેતી જાનવીબેન હેમાંગભાઈ દવે નામની 42 વર્ષની મહિલાએ પોતાના ઉપર બેઝબોલના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ઉપરાંત પોતાની બારીના ધોકા ફટકારી નુકસાની પહોંચાડવા અંગે, તેમજ ઘરના ફળિયામાં પડેલા બુલેટ મોટરસાયકલ ની ટાંકીમાં પણ ધોકા વાળી કરી નુકસાની પહોંચાડવા અંગે ધ્રોલમાં ખત્રીના ચોરા પાસે રહેતી ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આશા નામની મહિલા સામેં ફરિયાદ નોંધાવી હતી.

જે મહિલા સામે અટકાયતી કાર્યવાહી કરાયા બાદ ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આશાએ પોતાની સાથે ઝપાઝપી કરી હુમલો કરવા અંગે અને પોતાનું માથું દીવાલ સાથે અથડાવી મુઢ ઈજા પહોંચાડવા અંગે પ્રેમીની માતા જાનવીબેન તેમજ વેવાઈ હેમાંગભાઈ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે માસ પહેલાં જાનવીબેન ના પુત્રએ ગીતાબેન ની પુત્રી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેનું મન દુ:ખ રાખીને ગઈકાલે ગીતાબેને વેવાણ ના ઘરે ઘસી જઈ, હંગામો મચાવી હુમલો કર્યાનું પોલીસમાં જાહેર કરાયું હતું. જેમાં વળતી ફરિયાદ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *