20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢક

અફઘાનિસ્તાન-પાકિસ્તાન તરફથી પશ્ર્ચિમી વિક્ષોભ સક્રિય થશે, કમોસમી વરસાદ અને કોલ્ડવેવનો રાઉન્ડ આવશે આગાહીકાર જયપ્રકાશ માઢેક વધુ એક આગાહી કરી છે. જે મુજબ હજૂ ઠંડી ગઈ…

અફઘાનિસ્તાન-પાકિસ્તાન તરફથી પશ્ર્ચિમી વિક્ષોભ સક્રિય થશે, કમોસમી વરસાદ અને કોલ્ડવેવનો રાઉન્ડ આવશે

આગાહીકાર જયપ્રકાશ માઢેક વધુ એક આગાહી કરી છે. જે મુજબ હજૂ ઠંડી ગઈ નથી ત્યાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે ફરી એક વખત દેશમાં કમોસમી વરસાદ તથા બરફવર્ષા જોવા મળશે :આ વખતે લા નીનોને લીધે ચોમાસા પૂર્વે એક પછી એક પશ્ચિમી વિક્ષોભોની હારમાળા જોવા મળે એવી શક્યતા છે.
ચોમાસાની ૠતુના પ્રારંભિક બે મહિના માં લા નીનોની જ્યારે છેલ્લા બે મહિના માં અલનીનોની અસર જોવા મળશે. ઉત્તર પશ્ચિમી ઠંડી સૂક્કી હવાઓને કારણે હજૂ એકાદ દિવસ સુધી ઠંડી માં રાહત જોવા મળશે નહિ.
ત્યાર પછી દક્ષિણ પૂર્વની હવાઓને કારણે ઠંડી માં રાહત મળશે. પણ આ રાહત બહુ લાંબી ટકશે નહીં. આગામી દિવસો માં એક પછી એક પશ્ચિમી વિક્ષોભોની હારમાળા જોવા મળશે, જેને લીધે આગામી દિવસો માં ફરી એક વખત ઉત્તરના પહાડો પર વર્ષા અને બરફવર્ષા જોવા મળવાની છે અને દેશના વિભિન્ન રાજ્યો માં કમોસમી વરસાદ તેમ જ કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાય એવી શક્યતા ઊભી થઈ છે.

17 જાન્યુઆરીએ એક પશ્ચિમી વિક્ષોભ અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનની દિશાએથી ભારત તરફ ગતિ કરશે જેને કારણે હિમાલય પર્વત શૃંખલા માં મોસમમાં પરિવર્તન આવવા લાગશે અને ક્યાંક હળવી બરફ વર્ષાની શરુઆત થશે. આગળ ઉપર વધુ મજબૂત ઠમ 20 જાન્યુઆરીથી ભારત ઉપર પ્રભાવી બનશે જેથી તા. 20થી દેશના વાતાવરણમાં મોટુ પરિવર્તન આવશે અને તા. 20 થી 26 જાન્યુ. વચ્ચે હિમાલય ક્ષેત્રમાં અને ઉત્તરના પહાડો પર ભારે બરફ પડશે અને આ સમયગાળામાં દેશ માં ઠેર ઠેર હળવો થી મધ્યમ વરસાદ તેમજ ફરી એક વખત શિતલહેર જેવી સ્થિતિ જોવા મળશે.

ગુજરાતમાં પણ આની અસરથી જાન્યુઆરીના ચોથા વીકમાં કોઈ બે કે ત્રણ દિવસ કમોસમી વરસાદ, તો ક્યાંક માત્ર વાદળછાયુ વાતાવરણ જોવા મળશે પણ પરિણામે થર્મોમીટરનો પારો ગગડશે અને ઉત્તરના પહાડોમાં થયેલી બરફવર્ષા અને આ કમોસમી વરસાદને લીધે ગુજરાત માં ફરી એક વખત ઠંડીનું જોર વધતુ જોવા મળશે.એ પછી પણ લા નીનો ને લીધે નવા નવા ઠમ બનવાનો સિલસિલો ચાલુ રહેવાનો છે જેથી આ વર્ષે દેશ માં માવઠા કે કમોસમી વરસાદનુ પ્રમાણ વધારે જોવા મળે એવી શક્યતા છે.

ચોમાસાના પાછલા બે મહિનામાં અલનીનો પ્રભાવી બનશે

ચોમાસાના શરૂૂઆતના બે મહિના માં લા નીનો ને લઈને વરસાદ પણ સારો જોવા મળશે પણ પાછલા બે મહિના (ઓગષ્ટ, સપ્ટેમ્બર)માં અલનીનો પ્રભાવી બનશે, જેને લીધે વરસાદ માં બાધાઓ જોવા મળશે એવુ હવામાનશાસ્ત્રીઓનુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ નિરીક્ષણ છે.જોકે ENSO તેમજ ઈન્ડિયન ઓપન ડાયપોલ જેવા પરિબળો પણ ચોમાસા બાબત ભાગ ભજવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *