મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં ‘મિની ફાયર ટેન્ડર’નો ઉમેરો

શહેરના ગીચ વિસ્તારો અને સાંકડી ગલીઓમાં આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે ત્વરિત કામગીરી કરી શકાય તે હેતુથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નવીન મિની ફાયર…

શહેરના ગીચ વિસ્તારો અને સાંકડી ગલીઓમાં આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે ત્વરિત કામગીરી કરી શકાય તે હેતુથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નવીન મિની ફાયર ટેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની ’સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) અંતર્ગત આ વાહન ફાળવવામાં આવ્યું છે.

આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે “મોરબી શહેરનો ભૌગોલિક વિસ્તાર અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોને ધ્યાને રાખીને આ મિની ફાયર ટેન્ડર ખૂબ જ આશીર્વાદરૂૂપ સાબિત થશે. ઘણીવાર સાંકડા રસ્તાઓને કારણે મોટા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ આ નાનું અને ચપળ વાહન ગમે તેવા સાંકડા વિસ્તારોમાં ઝડપથી પહોંચી આગ પર તુરંત કાબૂ મેળવવામાં મદદરૂૂપ થશે. અમારો ઉદેશ્ય નાગરિકોની જાન-માલની સુરક્ષા માટે પ્રતિભાવ સમય ઘટાડવાનો છે.

આ મિની ફાયર ટેન્ડર કદમાં નાનું હોવાથી શહેરના સાંકડા રસ્તાઓ, પોળ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સરળતાથી પહોંચી શકાશે. સુવિધા માટે વાહન પર ફાયર ફાઈટિંગ માટેની લેડર (સીડી), હોઝ રીલ અને આધુનિક સાધનો સજજ છે. કાર્યક્ષમતા મોટા ફાયર ફાઈટર જે વિસ્તારોમાં નથી જઈ શકતા, ત્યાં આ મિની ટેન્ડર પ્રથમ રિસ્પોન્ડર તરીકે પહોંચી આગ પર કાબૂ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

મોરબીના સતત વધી રહેલા વ્યાપ અને ઔદ્યોગિક મહત્વને ધ્યાને રાખીને ફાયર સેફટીના સાધનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આ નવા વાહનના આગમનથી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી વધુ ઝડપી અને સુદ્રઢ બનશે જી.યુ.ડી.સી. (GUDC) ના માર્ગદર્શન હેઠળ આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

આ નવીન સુવિધાથી આગની દુર્ઘટનાઓ સમયે જાન-માલનું નુકસાન ઘટાડવામાં મોટી મદદ મળી રહેશે.આ નવી સુવિધાના ઉમેરા સાથે મોરબી ફાયર વિભાગ હવે આપત્તિ વ્યવસ્થાપન માટે વધુ સજજ બન્યું છે. શહેરના વિકાસની સાથે ફાયર સેફ્ટીના સાધનોને પણ અપગ્રેડ કરવાની દિશામાં આ એક મહત્વનું કદમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *