અદાણીને ઝટકો: તામિલનાડુએ સ્માર્ટ મીટરનું ટેન્ડર રદ કર્યુ

તમિલનાડુમાં ડીએમકેની આગેવાની હેઠળની સરકારે સ્માર્ટ મીટરની ખરીદી માટે જારી કરાયેલ વૈશ્વિક ટેન્ડરને રદ કરી દીધું છે.અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) આ ટેન્ડરમાં સૌથી ઓછી…

તમિલનાડુમાં ડીએમકેની આગેવાની હેઠળની સરકારે સ્માર્ટ મીટરની ખરીદી માટે જારી કરાયેલ વૈશ્વિક ટેન્ડરને રદ કરી દીધું છે.અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) આ ટેન્ડરમાં સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે ઉભરી આવી હતી. તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (ટેંગેડકો) એ જણાવ્યું હતું કે આઠ જિલ્લાઓ માટે જારી કરાયેલા આ ટેન્ડર હેઠળ 8.2 મિલિયન સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની યોજના હતી. આ જિલ્લાઓમાં ચેન્નાઈ, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની રૂૂ. 19,000 કરોડની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (છઉજજ) હેઠળ થવાનો હતો.

અહેવાલ મુજબ, ટેંગેડકોના અધિકારીઓએ જણાવ્યું હતું કે બિડમાં AESL દ્વારા ટાંકવામાં આવેલી કિંમતો અસ્વીકાય હતી. તેમણે કહ્યું કે ઓગસ્ટ 2023માં જારી કરાયેલા તમામ ચાર ટેન્ડર વહીવટી કારણોસર રદ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવેસરથી ટેન્ડર બહાર પાડવાની યોજના ધરાવે છે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ પર ભારત સરકારના અધિકારીઓને રૂૂ. 2,029 કરોડની લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપોનું કેન્દ્ર સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (જઊઈઈં) છે.

ડીએમકે વિપક્ષી ગઠબંધન ભારતનો ભાગ છે. ડીએમકેએ આ વિવાદને લઈને અદાણી ગ્રુપ પર પ્રહારો તેજ કર્યા છે. રાજ્યના રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ટેન્ડર રદ કરવા પાછળનું કારણ અદાણી ગ્રૂપને લગતા વિવાદોનું દબાણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *