પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનું મોત રેગિંગ મામલે થયું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો. હાર્દિક શાહ દ્વારા એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
સમગ્ર મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ખઇઇજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનિલ મેથાણીયાનું શંકાસ્પદ મોત થયું જેને લઈને મામલો ગરમાયો છે. આ ઘટનાને લઈને મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ધારપુર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીના શંકાસ્પદ મોત મામલે ABVPસંગઠનના કાર્યકરોએ ધારપુર હોસ્પિટલ ખાતે ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન પોલીસ અને ABVPના વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેના કારણે સ્થળ પર મામલો ગરમાયો હતો. જેથી પોલીસ દ્વારા 8 જેટલા અઇટઙના કાર્યકરોને ડિટેઈન કરવામાં પણ આવ્યા હતા.
મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત રેગિંગને કારણે થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મુદ્દે હવે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કોલેજના ડીન ડો. હાર્દિક શાહ દ્વારા એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી જે બેઠક બાદ હવે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કોલેજના ડીન દ્વારા હવે ફરિયાદ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
પાટણના ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ કિસ્સામાં વિદ્યાર્થી પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે. આ મૃતક 18 વર્ષીય વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો રહેવાસી હતો. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.નવા આવેલા વિધાર્થીઓને સિનિયર્સ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. જેમાં આ અંગે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, સિનિયર સ્ટુડન્ટ્સે વિદ્યાર્થીને ત્રણ કલાક સુધી ઉભો રાખીને તેનો ઇન્ટ્રોડ્ક્શન લેતા હતા. જેના કારણે સ્ટુન્ડ ઢળી પડ્યો હતો. જે બાદ સારવારમાં તેનું મોત નીપજ્યું હતુ.
દેશમાં રેગિંગ સામે કડક કાયદાઓ અને સજાની જોગવાઈ છે. તે છતાં કોલેજોમાં અનેકવાર આવી શરમજનક ઘટનાઓ સામે આવતી હોય છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં માત્ર એક મહિના પહેલા જ આવેલો પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે.
વોટ્સએપ ચેટ સામે આવી, અનેક મેસેજ ડિલીટ કરાયા
આ ઘટનામાં વિદ્યાર્થીઓની વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીએ સુરત અને અમદાવાદના વિધાર્થીઓને એક રૂૂમમાં બોલાવ્યા હતા જ્યારે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને અન્ય એક રૂૂમમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું હતુ. અને ત્યાં તેમના ઈન્ટ્રોડક્શન લેવામાં આવ્યા હતા. હાલની તપાસ પ્રમાણે સિનિયર વિદ્યાર્થીઓએ શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેમ લાગી રહ્યુ છે. જે બાદ વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલા અનેક મેસેજ ડિલીટ પણ કરાવવામાં આવ્યા હતા. મૃતક વિદ્યાર્થીઓની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાનું સામે આવ્યું છે.