Connect with us

રાષ્ટ્રીય

RPFના જવાનોને ટ્રેનમાંથી ફેંકી દેનાર આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Published

on

યુપીમાં દારૂના ધંધાર્થી ઝાહિદ પર એક લાખનું ઇનામ હતું

યુપી પોલીસ સતત એક્શન મોડમાં છે. પોલીસે એક લાખ રૂૂપિયાનું ઈનામ ધરાવનાર ગુનેગાર ઝાહિદ ઉર્ફે સોનુને ગાઝીપુરમાં એન્કાઉન્ટરમાં માર્યો છે. આ બદમાશ પર આરપીએફના બે જવાનોને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાનો આરોપ હતો. જાહિદની શોધમાં પોલીસ સતત દરોડા પાડી રહી હતી. જઝઋ અને ગાઝીપુર પોલીસના નોઈડા યુનિટ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં જાહિદને ઠાર કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે મોડી રાત્રે દિલદાર નગર ઝમાનિયન વળાંક પર પોલીસ સાથે અથડામણ થઈ હતી જે દાણચોરીમાં ફરતો હતો. પોલીસને જોઈને ઝાહિદે ફાયરિંગ શરૂૂ કરી દીધું જેમાં બે કોન્સ્ટેબલ ઘાયલ થયા. જવાબી ગોળીબારમાં ઈનામીને પણ ગોળી વાગી હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઝાહિદ દારૂૂની હેરાફેરી કરતી ગેંગ સાથે સંકળાયેલો હતો. 19-20 ઓગસ્ટની રાત્રે, બે છઙઋ જવાનો જાવેદ ખાન અને પ્રમોદ કુમારની બાડમેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાંથી ફેંકીને હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે આ ઘટનાને ઝાહિદે જ અંજામ આપ્યો છે. જાહિદનું એન્કાઉન્ટર ગાઝીપુરના દિલદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, જઝઋ નોઈડા યુનિટ અને ગાઝીપુર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં તેને ગોળી વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


પોલીસના જણાવ્યા અનુસાર, આરપીએફ કોન્સ્ટેબલ જાવેદ ખાન અને પ્રમોદ કુમાર ટ્રેનમાં દારૂૂની ગેરકાયદેસર તસ્કરી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દારૂૂના દાણચોરોએ પહેલા બંને કોન્સ્ટેબલને બેરહેમીથી માર માર્યો અને પછી ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધા. જેના કારણે બંને જવાનોના મોત થયા હતા. બંને છઙઋ જવાનો ઙઉઉઞ રેલવે યાર્ડ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. તે બાડમેર એક્સપ્રેસ દ્વારા મોકામા ટ્રેનિંગ સેન્ટર જઈ રહ્યો હતો.

રાષ્ટ્રીય

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

Published

on

By

લખનૌ, કોલકાતામાં ડિરેકટરોની પૂછપરછ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે લખનૌમાં સહારા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઊઉના અધિકારીઓ સહારા ગ્રુપના ડિરેક્ટરોની પૂછપરછ કરી રહ્યા છે. દિલ્હીમાં પણ ગઈ કાલે ઊઉએ સહારા ગ્રુપ સાથે સંકળાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ સિવાય કોલકાતામાં પણ ચિટફંડ સંબંધિત એક કેસમાં દરોડા પાડવાની માહિતી મળી છે.


EDની ટીમે લખનઉના કપૂરથલા સ્થિત સહારા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા છે. ઊઉની પશ્ચિમ બંગાળ યુનિટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કંપનીના બે ડિરેક્ટરોની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ઓફિસમાં આવવા-જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સહારા ઈન્ડિયાએ ઈન્ડિયા કોઓપરેટિવ સોસાયટીમાં 25,000 કરોડ રૂૂપિયા જમા કરાવવાનો દાવો કર્યો હતો, જેનું હેડક્વાર્ટર કોલકાતામાં છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તેણે ચિટ ફંડ સ્કીમ દ્વારા રોકાણકારો પાસેથી આ રકમ એકત્ર કરી છે.

Continue Reading

રાષ્ટ્રીય

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

Published

on

By

મૃતકોમાં માતા, બે પુત્રી આને પ્રૌત્રીનો સમાવેશ

મથુરામાં ગુરૂૂવારે સવારે ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલા પિકઅપએ કાબૂ ગુમાવતાં વિજળીના થાંભલા સાથે ટક્કર વાગી ગઇ હતી. અકસ્માતમાં 2 મહિલાઓ અને 2 બાળકીઓના મોત થયા છે. તો બીજી તરફ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર પિકઅપમાં કુલ 25 લોકો સવાર હતા. તમામ લોકો બિહારના પલવલ મજૂરી કરવા જઇ રહ્યા હતા. ટક્કર લાગતાં જ ગાડીમાં કરંટ આવી ગયો હતો, જેથી ડરીને લોકો આમ તેમ કૂદવા લાગ્યા. કરંટથી બચવા માટે ડ્રાઇવરે ગાડી પાછળ લીધી તો 4 લોકો કચડાઇ ગયા. આ અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.


પોલીસ મથક કોસી કલા ક્ષેત્રમાં શેરગઢ રોડ પર સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં બિહારના ગયા જિલ્લા રહેવાસી ગૌરી દેવી (ઉ.વ. 35) અને પુત્રી કોમલ અને કુંતી દેવી ( ઉ.વ. 30) અને કુંતી દેવીની પુત્રી પ્રિયંકા (ઉ.વ. 2 ) નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્તોમાં કાજલ, જીરા, માના, ગંગા અને સત્યેન્દ્રનું નામ સામેલ છે.


પ્રાપ્ત માહિતી અનુસાર પિકઅપ જ્યારે થાંભલા સાથે ટકરાઇ તો તેમાં કરંટ આવ્યો. કરંટથી બચવા માટે સવાર લોકો બહાર નિકળી ગયા. કરંટથી બચવા માટે ડ્રાઇવરે પિકઅપને પાછળ કરી, જેમાં કેટલાક લોકો ચગદાઇ ગયા હતા. આ અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ગાડીમાં સવાર તમામ લોકોને મજૂરી કામ માટે બિહારથી બોલાવવામાં આવ્યા હતા. ઇંટના ભટ્ટા પર કામ કરવા માટે તમામ લોકો બિહારના ગયાથી ટ્રેન વડે અલીગઢ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને પિકઅપ દ્વારા મથુરાના કોસીમાં આવેલા ઇંટના ભટ્ટા પર લઇ જવામાં આવી રહ્યા હતા.

Continue Reading

રાષ્ટ્રીય

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

Published

on

By

સિવાન અને છપરા જિલ્લાની ઘટના, મૃત્યુઆંક વધવાની સંભાવના

બિહારના બે જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા ભારે હાહાકાર મચ્યો છે. સિવાન અને છપરા જિલ્લામાં ઝેરી દારૂૂ પીવાના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સિવાનમાં 20 અને છપરામાં 8 લોકોના મોત થયા છે. આમ,અત્યાર સુધી 28 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25થી વધુ લોકો હજુ પણ બીમાર છે. તેમાંથી મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે કેટલાક લોકોની સારવાર છપરામાં ચાલી રહી છે. જ્યારે કેટલાકને પટના રિફર કરવામાં આવ્યા છે.


છપરાના પોલીસ વડા આશિષ કુમારે જણાવ્યું હતું કે, આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાતાકીય કાર્યવાહીના ભાગરૂૂપે મશરક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને મશરક વિસ્તારના અકઝઋ ઈન્ચાર્જ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.


ઝેરી દારુ પીવાના કારણે અનેક લોકો બીમાર પડ્યા હોવાની માહિતી સામે આવતા ડીએમ, એસપી સહિત વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર 06154-24 2008 જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ઘટના અંગે તેમજ મૃતક લોકો અંગે તુરંત સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત સદર હોસ્પિટલ સિવાન તેમજ બસંતપુર આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને 24 કલાક એલર્ટ પર રહેવા નિર્દેશ અપાયો છે અને વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.


વિપક્ષે ઝેરી દારૂૂ પીવાથી અનેક લોકોના મૃત્યુને લઈને રાજ્ય સરકાર પર પ્રહોરો કર્યો હતો. આરજેડી નેતા મૃત્યુંજય તિવારીનું જણાવ્યું હતું કે, ઝેરી દારૂૂ પીવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે. તે ખૂબ જ દુ:ખદ અને ચિંતાની વાત છે કે દારૂૂબંધીનો કાયદો હોવા છતાં બિહારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવે છે.
કેવી રીતે લોકો ઝેરી દારૂૂના કારણે મૃત્યુ પામે છે.


આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ આરોપ લગાવ્યો કે, દારૂૂ માફિયાઓને સરકારનું રક્ષણ છે અને જ્યાં સુધી તેમને સરકારનું રક્ષણ છે. દારૂૂબંધી અમલમાં છે પરંતુ દારૂૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો છે. એનડીએ સરકારને આની ચિંતા નથી.

Continue Reading
ગુજરાત14 mins ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત19 mins ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત23 mins ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય27 mins ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય30 mins ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય35 mins ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ગુજરાત35 mins ago

સાયબર ક્રાઇમના છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

ગુજરાત37 mins ago

યાર્ડમાં જણસીઓના ઢગલા: આવક બંધ કરાઈ

ગુજરાત39 mins ago

ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ 99789 42501 પર ફરિયાદ કરો: ACB

ગુજરાત40 mins ago

શહેરમાંથી વધુ 578 બોર્ડ-બેનર ઉતારી 50 રેંકડી કરી જપ્ત

ક્રાઇમ5 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય24 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય1 day ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

ગુજરાત1 day ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત1 day ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત1 day ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત1 day ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત1 day ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

રાષ્ટ્રીય2 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

ગુજરાત1 day ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

Trending