ફિફા વર્લ્ડ કપમાં અભિષેક શર્માની તસવીર શેર કરી

અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી T20મેચમાં ઐતિહાસિક ઈનિંગ રમીને દુનિયાને દિવાના બનાવી દીધી હતી. રોહિત શર્મા બાદ અભિષેક પણ T-20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો…

અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી T20મેચમાં ઐતિહાસિક ઈનિંગ રમીને દુનિયાને દિવાના બનાવી દીધી હતી. રોહિત શર્મા બાદ અભિષેક પણ T-20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે 37 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્યારે હવે ફિફા વર્લ્ડ કપ પણ અભિષેક શર્માનો દીવાના બની ગયું છે. FIFA એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અભિષેક વિશે એક પોસ્ટ કરી છે, જે હવે ચર્ચામાં આવી ગઈ છે. 3 ફેબ્રુઆરીના રોજ ફિફા વર્લ્ડ કપમાં અભિષેક શર્મા અને પ્રખ્યાત સ્પેનિશ ફૂટબોલર લામિન યામલની તસવીર શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં ફીફાએ લખ્યું છે કે બંને ખેલાડીઓનું ઉજ્જવળ ભવિષ્ય કેવું દેખાય છે? વાસ્તવમાં, FIFA એ તેના પ્રશંસકોને આ પ્રશ્ન પૂછ્યો છે, જેના પછી ચાહકો સતત તેનો જવાબ આપી રહ્યા છે.

ફિફા દ્વારા અભિષેક શર્માની પોસ્ટિંગ ડાબા હાથના બેટ્સમેન માટે કોઈ ખાસ ઉપલબ્ધિથી ઓછી નથી. એવું કહી શકાય કે હવે અભિષેકનો પ્રભાવ ફૂટબોલની દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે. અભિષેક અને લામીન યમલ બંને યુવા ખેલાડી છે. આ બંનેએ બહુ ઓછા સમયમાં દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. યમલે વર્ષ 2024માં રમાયેલા યુરો કપમાં સ્પેન માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ મેચમાં યમલે તેના શાનદાર પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. તે આ ખિતાબ જીતનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો. તેને યંગ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *