અભિષેક બચ્ચન પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. એક તરફ તેમના અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવા અંગે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અભિનેતા તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. હાલમાં જ જુનિયર બચ્ચન તેના પિતા અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ફેમસ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ 16માં પહોંચ્યો હતો. જો કે, આ દરમિયાન બિગ બીએ તેમને શો પર બોલવવા બદલ અફસોસ કરી રહ્યા છે. હાલમાં જ સોની દ્વારા શોનો એક પ્રોમો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પ્રોમો વીડિયોમાં અભિષેક બચ્ચન પોતાના પિતા અમિતાભ બચ્ચનની સામે શોની હોટ સીટ બેઠેલ જોવા મળે છે અને તેમના પિતા સાથે વાત કરજા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અભિષેક તેના પિતા અમિતાભની નકલ કરે છે અને પ7 કરોડની બૂમો પાડે છે, જેમ અમિતાભ દરેક વખતે સ્પર્ધકની જીત પર બૂમો પાડે છે.
KBCમાં પિતા અમિતાભની નકલ ઉતારી અભિષેકે
અભિષેક બચ્ચન પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. એક તરફ તેમના અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવા અંગે ખૂબ જ ચર્ચા થઈ…
