બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) તાલુકાના અડતાળા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીએ લગ્નના 19 દિવસ પહેલાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. નોંધનીય છે કે, યુવતીએ મોબાઇલમાં ટાઇપ કરી સ્યૂસાઇડ નોટ લખી હતી.
જેમાં તેણીને ઢાંકણીયા ગામમાં સગાઇ થઇ હતી તે ગમતી ન હોઇ આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગઢડા (સ્વામીના) તાલુકાના અડતાળા ગામમાં રહેતી ચાંદનીબેન મહેશભાઇ ગોટી (ઉ.વ.19)ના માતા ગીતાબેન 7 વર્ષ પહેલાં અને પિતા મહેશભાઇ 3 વર્ષ પહેલાં કોઇકારણોસર મૃત્યુ પામ્યા હતા.
ચાંદનીએ ધો.9 સુધીનો અભ્યાસ કરેલો છે. માતા-પિતાના મૃત્યુ બાદ તેણી બાપુજી કિરીટભાઇ સાથે રહેતી હતી. આ દરમિયાન તા.26 નવેમ્બર ના રોજ સવારના સાડા છ વાગ્યાના સમયે કિરીટભાઇ તથા તેના પત્ની લીલાબેન અને માતા જીવીબેન ઘરે હાજર હતા તે વખતે માતા જીવીબેને કહેલ કે ચાંદની તેના રૂૂમમાં નથી. જેથી બધા રૂૂમમાં તપાસ કરતા છેલ્લા રૂૂમમાં પંખા સાથે દોરી બાંધેલી લટકતી હાલતમાં ચાંદનીને જોઈ જતા ચાકુ વડે દોરી કાપી ચાંદનીના મૃતદેહને નીચે ઉતારી કુટુંબી ભાઈ વિગેરેને બોલાવી એમ્બ્યુલન્સમાં ચાંદનીને તેમાં ગઢડા સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે ચાંદનીને જોઈ તપાસી મરણ જાહેર કરી હતી.
લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. વધુમાં મૃતક તેણીના મોબાઈલમાં તપાસ કરતા મૃતક ચાંદનીએ મોબાઈલમાં પોતાના ફોટામાં એક મેસેજ સ્યુસાઈડ નોટ ટાઈપ કરીને રાખ્યો હતો. જે મુજબ તેની સગાઈ ઢાંકણીયા ગામે થઇ હતી. તેના લગ્ન તારીખ 15-12-2024ના રોજ હોઇ સગાઈ તેણીને ગમતી નહી હોવાથી લાગી આવતા મનમાં મુંઝાઈ આવેશમાં આવી જઈ જાતેથી રૂૂમમાં પંખા સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જો કે, આ બાબતની ક્યારેય ઘરે પરિવારના કોઈ વ્યક્તિ સાથે નહી કરેલ હોવાનું તેમજ તેણીના મોત બાબતે કોઈના ઉપર વહેમ શંકા નહી હોવાનું જણાવ્યું હતુ.
યુવતીના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા 19 વર્ષીય ચાંદનીના માતા 7 વર્ષ પહેલાં તો પિતા 3 વર્ષ પહેલા અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા. જે બાદ અડતાળા ગામે બાપુજીના ઘરે રહેતી હતી. સગાઇ ન ગમતી હોવાની બાબતથી પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.
