મોરબીમાં જોન્શનગર જુના બસ સ્ટેશના પાસે કોઈ અગમ્ય કારણોસર એક યુવતીએ ગળેફાંસો ખાઈ લેતા એમ્બ્યુલન્સમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જોન્શનગર જુના બસ સ્ટેશના પાસે રહેતી સોનુબેન ગીરીષભાઇ કાનજીભાઇ પરમાર ઉ.વ.20 નામની યુવતીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર માટે તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જોધપર મચ્છુ ડેમમાં ડૂબી જતા કિશોરનું મોત
મોરબીના લીલાપર રોડ ખાતે રહેતો સગીર જોધપર મચ્છુ ડેમમાં કોઈ કારણોસર ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ખાતે નિલકમલ સોસાયટી રહેતો સગીર સાહીલભાઇ દલપતભાઇ સોલંકી ઉ.વ.-17 કોઇ કારણોસર જોધપર નદી ડેમમાં પાણીમાં પડી જવાથી ડુબી જતા મૃત્યુ પામ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગલ્ન્ર્ર કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ગોલાસણમાં પતિએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
હળવદનાં ગોલાસણ ગામની સીમમાં વાડીમાં રહેતા એક યુવાનને તેની પત્ની સાથે નાની નાની વાતમાં બોલાચાલી થતી હોય પત્નીએ છોકરા રાખવાનું કહેતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. સારવાર અર્થે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના હાલ ગોલાસણ ગામની સીમમા હસમુખભાઇ અરજણભાઇ માણાવદરીયાની વાડીએ રહેતા સુરસીંગ કેકડીયાભાઇ ઘાણક ઉ.વ.43ને તેના પત્ની ઉર્મિલાબેન સાથે નાની નાની બાબતે અવાર નવાર બોલાચાલી થતી હતી. પત્નીએ છોકરા રાખવાનું કહેતા યુવાનને મનમાં લાગી આવતા વાડીએ ઝેરી દવા પી લીધી હતી, તેમને સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
