મોરબી તાલુકાના ખરેડા ગામમાં એક યુવાને ઝેરી દવા પીધા બાદ ચાર દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કિરીટભાઈ બાબુભાઈ થરેસા (ઉ.વ.25) નામના યુવાને તા. 12 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11:30 વાગ્યા પહેલા પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.
ગંભીર હાલતમાં યુવાનને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસ સુધી સઘન સારવાર ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ તા. 16 ફેબ્રુઆરી, 2025ના રોજ વહેલી સવારે 3:47 કલાકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ દ્વારા આ ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની નોંધ લઈને કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી એન.જે.ખડીયા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. યુવાને આ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.