સાયલાના અડાળા ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડતા યુવાનનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાળા ગામે પાણીથી ભરેલા કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ જયરાજભાઈ વિરમભાઈ ભરવાડ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી…

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાળા ગામે પાણીથી ભરેલા કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ જયરાજભાઈ વિરમભાઈ ભરવાડ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આશરે 40 ફૂટ ઊંડા કૂવામાં નાહવા પડેલા યુવકનું મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતાં ચોટીલા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. યુવકનો મૃતદેહ મળી આવતા અડાળા ગામ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *