વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્વે ટ્રેક પર આજરોજ સોમવારે વહેલી સવારે એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે સ્ટેશને અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્વે ટ્રેક પર કિમી નં. 698/7 પાસે આજરોજ સવારે 3 વાગ્યાની આસપાસ ભાવનગર-ઓખા લોકલ ટ્રેન હેઠળ પડતું મૂકી એક અજાણ્યા 35 વર્ષીય ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવમાં ઉપરના ફોટોવાળા મૃતક યુવાનની ઓળખ મેળવવા રેલ્વે પોલીસના હેડ કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા (મો. 63526 35525) એ તજવીજ શરૂૂ કરી છે.
વાંકાનેર-લુણસરિયા વચ્ચે રેલવે ટ્રેક હેઠળ પડતું મુકી યુવાને જીવ દીધો
વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્વે ટ્રેક પર આજરોજ સોમવારે વહેલી સવારે એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી…
