મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

મોરબીમાં પીપળી રોડ ઉપર આવેલા કારખાનામાં કામ કરતા યુવકે નજીવા પ્રશ્ને પત્ની સાથે ઝઘડો થયા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે રાજકોટ…

મોરબીમાં પીપળી રોડ ઉપર આવેલા કારખાનામાં કામ કરતા યુવકે નજીવા પ્રશ્ને પત્ની સાથે ઝઘડો થયા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં પીપળી રોડ ઉપર આવેલા કારખાનામાં કામ કરતા સુભાષ બિરજુભાઈ સોય નામના 20 વર્ષના યુવાનને સાંજના છએક વાગ્યાના અરસામાં કંપનીમાં છતના હુંકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સુભાષ સોયા ઝારખંડનો વતની છે અને નજીવા પ્રશ્ને પત્ની સાથે ઝઘડો થતા આપાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં હળવદના રાયસીંગપુર ગામે રહેતા ખેત મજૂરી અર્થે આવેલા સબીર દુરસિંગભાઈ નાયક નામના 37 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *