પહેલા પતિથી અલગ રહેતી મહિલા બીજા પતિ પાસેથી ભરણપોષણ માગી શકે

  પતિથી અલગ થયા પછી પત્નીના ભરણપોષણ અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે કહ્યું કે જો મહિલાના પહેલા લગ્ન કાનૂની રીતે ખતમ થયા…

 

પતિથી અલગ થયા પછી પત્નીના ભરણપોષણ અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે કહ્યું કે જો મહિલાના પહેલા લગ્ન કાનૂની રીતે ખતમ થયા ના હોય તો પણ તે તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મહિલા અને તેના પહેલા પતિ પરસ્પર સંમતિથી અલગ થયા હોય, તો કાયદેસર છૂટાછેડા ના થવા તેને બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવાથી રોકી શકતો નથી.

તેલંગાણા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો જેમાં સીઆરપીસીની કલમ 125 હેઠળ મહિલાને તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ અપાવવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે મહિલાએ તેના પહેલા પતિ સાથે કાનૂની રીતે લગ્ન તોડી નાખ્યા ન હતા. હવે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ સામે મહિલાની અપીલ સ્વીકારી લીધી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. અપીલકર્તા મહિલાએ આ કેસમાં બીજા પુરુષ અને પ્રતિવાદી સાથે તેના પહેલા પતિને ઔપચારિક રીતે તલાક આપ્યા વિના શાદી કરી હતી. પ્રતિવાદીને મહિલાની પહેલી શાદીની જાણ હતી. બંને સાથે રહેતા હતા અને તેમને એક બાળક પણ હતું, પરંતુ કલેસને કારણે તેઓ અલગ થઈ ગયા.

હવે મહિલાએ ઈઙિઈ ની કલમ 125 હેઠળ ભરણપોષણની માંગણી કરી હતી, જેને ફેમિલી કોર્ટે સ્વીકારી લીધી હતી.

બાદમાં હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો કારણ કે પહેલી શાદી કાયદેસર રીતે ખતમ થઇ ન હતી. પ્રતિવાદીનો તર્ક છે કે મહિલાને તેની પત્ની માની શકાય નહીં કારણ કે મહિલાની તેના પહેલા પતિ સાથેની શાદી કાનૂની રીતે ખતમ થઇ નથી.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જ્યારે પ્રતિવાદી-બીજા પતિને મહિલાના પહેલી શાદીની જાણ હતી. આવી સ્થિતિમાં તે ફક્ત એટલા માટે ભરણપોષણ ચૂકવવાનો ઇનકાર કરી શકે નહીં કારણ કે મહિલાની પહેલી શાદી કાયદેસર રીતે સમાપ્ત નથી થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *