ખરો હીરો, આસામના પૂર પીડિતો માટે લંગર ચલાવે છે રણદીપ હુડ્ડા

આસામ ભારતમાં પૂરને કારણે લાખો લોકો બેઘર બન્યા છે અને અત્યાર સુધીમાં 82 થી વધુ લોકોના જીવ ગયા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ એક્ટર રણદીપ…

આસામ ભારતમાં પૂરને કારણે લાખો લોકો બેઘર બન્યા છે અને અત્યાર સુધીમાં 82 થી વધુ લોકોના જીવ ગયા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા પીડિતોની મદદ માટે તે પોતે મેદાનમાં ઉતરી આવ્યા છે. રણદીપ આસામના શિવસાગર જિલ્લામાં ‘ગ્લોબલ શીખ’ એનજીઓ સાથે મળીને રાહત કાર્ય ચલાવી રહ્યો છે. તે છેલ્લા 7 દિવસથી તેઓ પૂર પ્રભાવિત લોકોને રાશન, ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે.

શનિવારે રણદીપ હુડ્ડાએ શિવસાગર રેલ્વે સ્ટેશન પર રોકાયેલા પૂર પીડિતોમાં જરૂૂરી સામાન અને રાશનનું વિતરણ કર્યું હતું. આ પછી તેમણે આસામના શિવસાગરમાં ગુરુદ્વારા સાહિબમાં દર્શન કર્યા. લોકોની સલામતી માટે અને પરિસ્થિતિ જલ્દી સામાન્ય થાય તે માટે પ્રાર્થના કરી. રણદીપે કહ્યું, અમે છેલ્લા 7 દિવસથી દરરોજ જાતે ભોજન બનાવીએ છીએ અને તેમને પહોંચાડીએ છીએ. માનવતા દરેક વસ્તુથી ઉપર છે. હું વર્ષોથી ‘ગ્લોબલ શીખ’ ની ટીમ સાથે કામ કરી રહ્યો છું, જમીન પર તેમનું કામ અદ્ભુત છે. હું દરેકને અપીલ કરું છું કે જ્યાં પણ કોઈ સમસ્યા હોય, લોકોએ તેમની ક્ષમતા મુજબ મદદ માટે આગળ આવવું જોઈએ.

એક માનવ તરીકે, માનવતા એ આપણી ફરજ છે કે અહીં મદદ કરવી આપણી ફરજ છે. તેમણે કહ્યું, ટીમે સંશોધન કર્યું છે કે લોકોને ખોરાક, સૂવાની જગ્યા, ગાદલા અને તાડપત્રી જેવી દૈનિક આવશ્યક ચીજવસ્તુઓની તાત્કાલિક જરૂૂર છે. અમે રાહત કીટ તૈયાર કરી રહ્યા છીએ અને તેનું વિતરણ કરી રહ્યા છીએ. અમે એવા લોકોને શોધવામાં વ્યસ્ત છીએ કે જેમની સુધી હજુ સુધી મદદ પહોંચી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *