બર્લિન સીઝન-2માં લિયોનાર્ડો દ. વિન્ચીના પેઇન્ટિંગ પર ચોરની નજર

વિશ્ર્વભરમાં જાણીતા શોમાં માસ્ટર માઇન્ડ ચોરની વાપસી દા વિન્ચીની ’અમૂલ્ય પેઇન્ટિંગ’ અને બર્લિનનો રોમાંચ, સીઝન 2ના ટીઝરે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ વિશ્વભરના OTT પ્રેમીઓ માટે…

વિશ્ર્વભરમાં જાણીતા શોમાં માસ્ટર માઇન્ડ ચોરની વાપસી

દા વિન્ચીની ’અમૂલ્ય પેઇન્ટિંગ’ અને બર્લિનનો રોમાંચ, સીઝન 2ના ટીઝરે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ વિશ્વભરના OTT પ્રેમીઓ માટે ’મની હાઇસ્ટ’ માત્ર એક સીરીઝ નથી, પરંતુ એક લાગણી બની ગઈ છે. આ સ્પેનિશ શોના દરેક પાત્રે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે, પરંતુ જે પાત્રે સૌથી વધુ રહસ્ય અને આકર્ષણ જગાડ્યું છે.વર્ષ 2017માં જ્યારે પ્રથમ વખત નેટફ્લિક્સ પર ‘મની હાઇસ્ટ’ રિલીઝ થઈ, ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ શો વૈશ્વિક લેવલે આટલો ફેમસ થશે. ભારતમાં વર્ષ 2020ના લોકડાઉન દરમિયાન આ સીરીઝે એવી લોકપ્રિયતા મેળવી કે ‘પ્રોફેસર’ અને ‘બર્લિન’ જેવા નામો દરેક ઘરમાં જાણીતા થઈ ગયા.

બર્લિનનું પાત્ર ભજવનાર સ્પેનિશ અભિનેતા પેડ્રો એલોન્સોએ પોતાના અભિનયથી આ નેગેટિવ શેડ ધરાવતા પાત્રને એટલું પ્રભાવશાળી બનાવ્યું કે મેકર્સે તેના પર એક અલગ સ્પિન-ઓફ સીરીઝ બનાવવાનું નક્કી કર્યું. વર્ષ 2023માં ‘બર્લિન’ની પ્રથમ સીઝન આવી હતી, જેમાં પેરિસની ગલીઓમાં એક અનોખી અને રોમેન્ટિક ચોરીની વાર્તા બતાવવામાં આવી હતી. હવે, સીઝન 2 સાથે આ રોમાંચ આગલા સ્તર પર પહોંચવાનો છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે બર્લિનની નજર મહાન ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્ચીની પ્રખ્યાત પેઇન્ટિંગ ‘ધ લેડી વિથ એન અર્માઇન’ પર છે. આ પેઇન્ટિંગ વિશ્વની સૌથી કિંમતી કલાકૃતિઓમાંની એક માનવામાં આવે છે. બર્લિનનું આ નવું મિશન માત્ર જોખમી જ નથી, પરંતુ તેમાં કલા, ઈતિહાસ અને તેની જૂની ફિતરતનો અદભૂત સંગમ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *