જામનગર-ખંભાળિયા માર્ગ પર એલપીજી ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં દોડધામ

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સાપર ગામના પાટીયા પાસે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જી.જે.-6 એ.એક્સ. 9024 નંબરનું એલપીજી ભરેલું ગેસ ટેન્કર અકસ્માતે પલટી મારી…

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સાપર ગામના પાટીયા પાસે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જી.જે.-6 એ.એક્સ. 9024 નંબરનું એલપીજી ભરેલું ગેસ ટેન્કર અકસ્માતે પલટી મારી ગયું હતું. મોટી ખાવડી થી 17 ટન એલપીજી ભરીને ટેન્કર મારફતે સાણંદ મુકામે લઈ જવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન સાપર ગામના પાટીયા પાસે એક લક્ઝરી બસના ચાલકે એકાએક કાવો મારીને બ્રેક લગાવતાં ગેસ ટેન્કર ચાલક મનજીતસિંઘ, કે જેણે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ખૂબ જ લોડેડ હોવાના કારણે તેના હોર્ષમાંથી છૂટું પડીને સાઇડમાં ઉતરી ગયું હતું, અને અકસ્માત સર્જાયો હતો.

સદભાગ્યે તેમાંથી કોઈ પણ પ્રકારનું લીકેજ થયું ન હતું, અને સિક્કા જીએસએફસી, ડીસીસી કંપની, અને અન્ય રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટર અને 108 ની ટીમ, સિક્કા પોલીસ વગેરે દોડતા થયા હતા. ક્રેઈનની મદદ લઈને ગેસ ટેન્કર ને ઊભું કરી લેવામાં આવ્યું છે, જેમાં નવો હોર્સ જોડીને રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *