વાતાવરણમાં ઓચિંતો પલટો, ફરી માવઠાનું કમઠાણ

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળે…

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અરવલ્લીમાં મેઘરાજાની એન્ટ્રીઅરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું અને ત્યારબાદ પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. યાત્રાધામ શામળાજી સહિત આસપાસના સુનોખ અને વાશેરાકંપા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

મેઘરજ અને માલપુર તાલુકામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન ફૂંકાયો હતો. ઈસરી અને જીતપુર પંથકમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા હતા. આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પણ ગત મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાયલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉનાળાની મધ્યમાં વરસાદ પડતા સ્થાનિકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું.

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આકાશ વાદળછાયું બન્યા બાદ યાત્રાધામ શામળાજી સહિત આસપાસના સુનોખ અને વાશેરાકંપા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત, મેઘરજના ગ્રામ્ય વિસ્તારો, મોડાસાના નાંદીશણ પંથક તેમજ માલપુર તાલુકામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન ફૂંકાયો હતો. ઈસરી અને જીતપુર પંથકમાં પવનના ભારે સૂસવાટા સાથે વરસાદ વરસતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા. આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ અને ચોબારી સહિતના અનેક ગામોમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદ વરસતાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા નજરે પડ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને તલ, જુવાર, ઇસબગુલ, એરંડા અને બાજરી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે.

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું હતું. વહેલી સવારે મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. માલપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી પવન અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ઇસરી જીતપુર પંથકમાં ગાજ વીજ તેમજ પવન સાથે વરસાદ થયો છે.વરસાદી માવઠાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોડાસાના નાદિસણ ગામે પણ વરસાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *