ઑક્ટોબરના પહેલા જ કારોબારી દિવસે ભારતીય શેરબજાર રોકાણકારો માટે કાળો દિવસ સાબિત થયું. ગુરુવારે બપોરે 1 વાગ્યા પછી અચાનક ચાલેલી જોરદાર વેચવાલીમાં સેન્સેક્સ 950 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 319 પોઈન્ટ તૂટી પડ્યા. ઓટો ક્ષેત્રના શેરોમાં 3 ટકાથી વધુનું ગાબડું નોંધાયું. વિદેશી રોકાણકારોની વેચવાલી અને રૂૂપિયાના ધોવાણને કારણે આ કડાકો બોલાયો.
સેન્સેક્સ અગાઉના બંધ 72,480ની સરખામણીએ 72,192 પર ખૂલ્યો હતો. બપોર સુધીમાં તે ગગડીને 71,527ની નીચલી સપાટીએ પહોંચી ગયો. પરંતુ બપોરે 2 કલાકે સેન્સેક્સ 1188 અંક તૂટીને 71292ના તળીયે પહોંચી ગયો હતો. નિફ્ટી અગાઉના 22,620ના બંધ સામે 22,543 પર ખૂલ્યા બાદ 22,301 સુધી લપસી ગયો. બજારની શરૂૂઆત સુસ્ત હતી, પણ બપોર પછી ચોમેર વેચવાલી ચાલી હતી.
લાર્જકેપમાં મારુતિ 4.45 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.35 ટકા, ટાટા સ્ટીલ 3.70 ટકા, ITC 2.90 ટકા, અદાણી પોર્ટ્સ 2.74 ટકા, BEL 2.70 ટકા, Eternal 2.50 ટકા અને HUL 2.45 ટકા તૂટ્યા. મિડકેપમાં Policybazaar 6.50 ટકા અને UPL 4.07 ટકા ગગડ્યા. સ્મોલકેપમાં જફક્ષતયફિ 6.80 ટકાના નુકસાન સાથે ટ્રેડ થયો.
કડાકા પાછળ ત્રણ મુખ્ય કારણો જણાવાયા છે. પહેલું, વિદેશી ફંડોની ભારે વેચવાલી.યુએસ ટ્રેઝરી યીલ્ડ વધતાં ઋઈંઈં ભારતીય બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે. માત્ર 30 સપ્ટેમ્બરે જ વિદેશી ફંડોએ 10,000 કરોડ રૂૂપિયાથી વધુની રોકડી કરી હતી. બીજું, ડોલર સામે રૂૂપિયો 95.98 સુધી લપસતાં સેન્ટિમેન્ટ બગડ્યું. ત્રીજું, રોકાણકારોના ભયનો ગ્રાફ દર્શાવતો ઈંક્ષમશફ ટઈંડ આશરે 5 ટકા વધીને 14.13 પર પહોંચ્યો.યુએસ 10 વર્ષના બોન્ડ યીલ્ડ 5.3 ટકાની આસપાસ પહોંચવા, ક્રૂડની અનિશ્ચિતતા અને લાંબા વીકએન્ડ પહેલાં નવી ખરીદી ટાળવાનું વલણ પણ દબાણ વધારનારા પરિબળો ગણાયા છે
