ધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકી

શટર તોડયા પણ કાઇ હાથમાં આવ્યું નહી ધાંગધ્રાના સોલડી ગામ નજીક એક કંપનીમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં…

શટર તોડયા પણ કાઇ હાથમાં આવ્યું નહી

ધાંગધ્રાના સોલડી ગામ નજીક એક કંપનીમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ગેંગના આશરે પાચ સભ્યો ખાનગી કંપનીનું શટર તોડી કંપનીમાં પ્રવેશ્યા હોવાના સીસીટીવી ફુરેજ પણ સામે આવ્યા હતા.


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ વિસ્તારોમાં ચડ્ડી બનીયાન ગેંગ દેખા દીધી છે. ત્યારે ધ્રાંગધ્રાના સોલડી ગામે નજીક આવેલી ખાનગી કંપનીમાં મોડી રાત્રે ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી હતી. જેમાં ગેંગના આશરે પાચ સભ્યો ખાનગી કંપનીનું શટર તોડી કંપનીમાં પ્રવેશ્યા હતા.જે બાબતના પણ સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.

જોકે કંપનીના સંચાલકો સાથે વાત ટેલીફોનિક વાત કરાતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટનામાં ખાસ કોઈ કીમતી ચીજ વસ્તુની ચોરી નહી થઈ હોવાથી આ બાબતે કોઈ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી.પરંતુ ધ્રાંગધ્રા પંથકમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દેખા દેતા હવે સ્થાનિક લોકોમા પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે રાત્રિના સમયે પોલીસે દ્વારા સતત પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *