સરકારી રસ્તા-પુલો-મકાનો સહિતની સંપત્તિની દેખરેખ માટે પોર્ટલ બનશે

રાજ્ય સરકાર હસ્તકના રોડ, પુલો અને મકાનો સહિત તમામ જાહેર સંપત્તિની દેખરેખ માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર હસ્તકના રોડ, પુલો અને મકાનો…

રાજ્ય સરકાર હસ્તકના રોડ, પુલો અને મકાનો સહિત તમામ જાહેર સંપત્તિની દેખરેખ માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર હસ્તકના રોડ, પુલો અને મકાનો સહિત તમામ જાહેર સંપત્તિની દેખરેખ માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં એક અસેટ સેફ્ટી પોર્ટલ શરૂૂ કરવામાં આવશે, જેના માધ્યમથી રાજ્યની તમામ જાહેર સંપત્તિ પર ઓનલાઇન નજર રાખી શકાશે.

રાજ્યના સરકાર હસ્તકના તમામ રસ્તાઓ, પુલો અને મકાનોની હાલત અને મેન્ટેનન્સ અંગેની માહિતી આ પોર્ટલ પર અપલોડ થશે. કામોની તબક્કાવાર માહિતી અને તેનાં ફોટા અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. અધિકારીઓ દ્વારા કરવામાં આવતી તપાસ અને ઇન્સ્પેક્શનની વિગતો પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા તંત્રએ જાહેર સંપત્તિના કામો, ફોટા અપલોડ કરવા પડશે દરેક જાહેર સંપત્તિ માટે યુનિક આઈડી બનાવવામાં આવશે અને તેની નિશ્ચિત અવધિ સુધીની માહિતી દાખલ કરવી ફરજિયાત રહેશે. જાહેર સંપત્તિ ની જાળવણી અને દેખરેખ માટે વિસ્તૃત વિગતો સાથે પરિપત્ર કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *