2030 સુધીમાં ટીમોનું પર્સ 100 મિલિયન ડોલરે પહોંચશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક લલિત મોદીએ એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી છે. IPL 2026 શરૂૂ થતા પહેલા રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી 1.63 બિલિયન અમેરિકન ડોલરમાં વેચાઈ હતી, જ્યારે RCB તો તેનાથી પણ વધુ 1.78 બિલિયન અમેરિકન ડોલરમાં વેચાઈ હતી. આ આંકડા પુરાવો છે કે IPL ખરેખર વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગમાંની એક બની ગઈ છે. હવે લલિત મોદીનું કહેવું છે કે વર્ષ 2030 સુધીમાં એક ખેલાડી 150 કરોડ રૂૂપિયા સુધી કમાવા લાગશે.
IPL માં હાલમાં ટીમોનું પર્સ (ખર્ચ કરવાની મર્યાદા) 125 કરોડ રૂૂપિયા છે. આનો અર્થ એ છે કે કોઈપણ એક ટીમ મહત્તમ 25 ખેલાડીઓનો સ્ક્વોડ તૈયાર કરવા માટે 125 કરોડ રૂૂપિયા (આશરે 15 મિલિયન ડોલર) ખર્ચ કરી શકે છે. લલિત મોદી માને છે કે આગામી પાંચ વર્ષમાં ટીમોનું પર્સ 100 મિલિયન ડોલર સુધી પહોંચી જશે. આ રકમ 930 કરોડ રૂૂપિયાથી પણ વધુ છે. જો મોદીની ભવિષ્યવાણી સાચી સાબિત થાય તો ટીમ પર્સમાં 7 ગણાથી વધુનો વધારો થયો હશે.
અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંત છે, જેમને IPL 2025 ના મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. બીજા નંબરે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર છે, જેમને 26.75 કરોડ રૂૂપિયા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે 2030 સુધીમાં એક ખેલાડી IPL કોન્ટ્રાક્ટથી 130-150 કરોડ રૂૂપિયા સુધીની કમાણી કરી શકશે. તેમણે આ રકમ દરેક ટીમમાં ટોચના 3-4 ખેલાડીઓ માટે જણાવી છે.
