મોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાત

મોરબીમા રહેતા અને પાન-ફાકીની દુકાન ધરાવતા વેપારી યુવાને પૈસાની લેતી દેતીમા કંટાળી ઝેરી દવા પી લીધી હતી . વેપારી યુવકને સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા…

મોરબીમા રહેતા અને પાન-ફાકીની દુકાન ધરાવતા વેપારી યુવાને પૈસાની લેતી દેતીમા કંટાળી ઝેરી દવા પી લીધી હતી . વેપારી યુવકને સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમા રહેતા અને પાન-ફાકીની દુકાન ધરાવતા વિપુલભાઇ ભગવાનજીભાઇ વીડજા નામનો 36 વર્ષનો વેપારી યુવાન ગત તા. 14 નાં રોજ પોતાનાં ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમા રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો. જયા તેનુ સારવારમા મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક યુવાન ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો અને પૈસાની લેતી દેતીમા તેને કંટાળીને આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમા ગોંડલમા રામ પાર્ક નજીક ઝુપડપટ્ટીમા રહેતા પરીવારનો કીશન ધનજીભાઇ ભગત નામનો 13 વર્ષનો સગીર પોતાનાં ઘરે લાકડાની આડીમા લુંગી બાંધી હીચકા ખાઇ રહયો હતો ત્યારે અકસ્માતે ગળે ટુપો લાગી જતા તરુણને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો . ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *