ઓપરેશન સિંદૂર પછી શાંતિનો રાગ: શરીફનો જુદાજુદા મુદ્દે વાતચીતનો પ્રસ્તાવ

  ભારત અને પાકિસ્તાન વચ્ચે પઓપરેશન સિંદૂરથ દરમિયાન થયેલા તણાવ અને યુદ્ધવિરામ લંબાવાયાના થોડા દિવસો પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ભારત સાથે શાંતિ મંત્રણામાં…

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે પઓપરેશન સિંદૂરથ દરમિયાન થયેલા તણાવ અને યુદ્ધવિરામ લંબાવાયાના થોડા દિવસો પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ભારત સાથે શાંતિ મંત્રણામાં જોડાવા માટે તૈયારી દર્શાવી છે અને વ્યાપક વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે શાંતિ મંત્રણામાં જોડાવા માટે તૈયાર છે.

આ પહેલા તેમણે ભારતને કાશ્મીર વિવાદ અને પાણી વિતરણ સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓને ઉકેલવા માટે વ્યાપક વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાને પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ હવે 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન (ડીપીએમ) ઇશાક ડારે ગુરુવારે જણાવ્યું હતું કે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) એ યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા માટે હોટલાઇન પર વાતચીત કરી હતી અને તેને 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ વહેલી સવારે પઓપરેશન સિંદૂરથ હેઠળ આતંકવાદી માળખા પર સચોટ હુમલા કર્યા હતા. ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં ભારતીય દળોએ પણ ભીષણ વળતો હુમલો કર્યો હતો. ચાર દિવસના તીવ્ર સરહદ પાર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી 10 મેના રોજ બંને દેશો સંઘર્ષનો અંત લાવવા માટે સમજૂતી પર પહોંચ્યા હતા.

દરમિયાન, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે અગાઉ સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો અને વ્યવહારો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે, જે ઘણા વર્ષોથી ભારતની રાષ્ટ્રીય સર્વસંમતિ છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અટલ રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીર (ઙજ્ઞઊં)ને ખાલી કરવાના મુદ્દા પર જ થશે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા દખલગીરી સહન કરવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *